સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકને સેન્ટ્રીફયુજ મશીનની કંપનીઓ તરફથી ભેટ મળી

01 April 2023 04:49 PM
Rajkot
  • સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકને સેન્ટ્રીફયુજ મશીનની કંપનીઓ તરફથી ભેટ મળી

ધારાસભ્ય, કલેકટરની ઉપસ્થિતિમાં મશીન અર્પણ કરાયું

રાજકોટ તા.21
રાજકોટમાં પીડીયુ જનરલ હોસ્પીટલ ખાતે મેસર્સ મેકવેલ અને હાઈકોન કંપનીના ડીરેકટર કિરણભાઈ વાચ્છાણી દ્વારા સીએસઆર પંડ અંતર્ગત શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણીના સહયોગથી થર્મોફિશર સાયન્ટીફીક અમેરીકાની કંપનનું થર્મોસાયનીફીક ક્રાયોફયુજ દાનમાં આપેલ છે. જેની અંદાજે કીંમત 40 લાખ આસપાસ છે.

આ મશીનનો ઉપયોગ બ્લડ બેંકમં ઘટક વિભાજન માટે કરવામાં આવશે. અને તે થેલેસેમીયાના દર્દીઓ અને અન્ય દર્દીઓ માટે ખુબજ ઉપયોગી થશે. જેમને રકત ટ્રાન્સફરની જરૂર હોય છે. આ મશીનમાં ઓટોમેટીક લીડ ઓપનીંગ અને કલોઝીંગ, ટચ સ્ક્રીન જેવી નવીનતમ અગગ્રેટેડ ટેકનોલોજી છે. જુના એકમ કરતા વધુ સારૂ અને ઝડપી રીઝલ્ટ આપે છે. અને વધુ સારી ઘટક ઉપજ આપે છે જેનો ફાયદો દર્દીઓને થશે. કિરણભાઈ વાચ્છાણીએ એવું પણ કહેલ છે કે ભવિષ્યમાં સિવિલ હોસ્પીટલમાં ઘટતા બીજા મશીન પણ અપાવવામાં ફાળો આપશે.

આ કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શીતાબેન શાહ, કલેકટર અરૂણ મહેશ બાબુ, ડા. જીતેન્દ્ર અમલાણી, ડો. રાજેશ ત્રિવેદી, સુપરીટેન્ડ ત્રિવેદી, પેથોલોજી હેડ ગૌરવીબેન ધ્રુવ, કિરણભાઈ વાચ્છાણી, અલ્પાબેન વાચ્છાણી, શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના વિનય જસાણીએ હાજરી આપી પ્રોત્સાહન પુરૂપાડેલ છે.

ટુંક સમયમાં રોલેક્ષ રીંગ કંપનીના મનીષભાઈ દ્વારા એલઆર મશીન કે જે થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે ફીલ્ટર બ્લડ કરવામાં ઉપયોગમાં આવે છે તે 15 એપ્રીલ આસપાસ, રોટરી ગ્રેટર અને શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના સહયોગથી અર્પણ કરવાના છે. જેની અંદાજીત કિંમત 30 લાખ આસપાસ છે.


Related News

Advertisement
Advertisement