રાજકોટ,તા.1
ડુપ્લીકેટ દારૂ બનાવવાની ફેકટરીના સુત્રધારોની જામીન અરજી રદ થઈ છે શહેરના ધરમનગર શેરી નં.2 રામાપીર ચોકડી પાસે પોતાના મકાનમાં આરોપી કિશન અશોકભાઈ પાટડીયા તેમજ તૌફીકભાઈ મહેબુબભાઈ બુખારી (રહે.ગેસ્ટ હાઉસ રોડ, શકિત ચોક, મોરબી) ઈગ્લીંશ દારૂની ફેકટરી ચાલુ કરેલ ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી બંન્ને આરોપીને દારૂની બોટલો, તેના સ્ટીકર ઢાંકણા અને ચેક કેનમાં ભરેલ દારૂ સાથે ઝડપી ગુનો દાખલ કરેલો.
બંન્ને આરોપીને જેલમાં ધકેલતા જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી ચાલતા સરકારી વકીલે વાંધાલઈ દલીલો કરેલી ડે.આરોપીઓ ડુપ્લીકેટ વિદેશી દારૂની ફેકટરી ચલાવી હાનીકારક ભેળસેળયુકત ડુપ્લીકેટ દારૂ બનાવવા પકડાઈ ગયેલ છે. બંને અગાઉ અન્ય ગુન્હામાં સંડોવાયેલ છે.
આ ગુન્હામાં મદદગારી કરનાર અન્ય બે આરોપીઓ નાશતા ફરતા હોય જામીન મુકત કરવાથી બંને આરોપીઓ આવા જ પ્રકારના ગુન્હાઓ કરવાની શકયતાઓ રહેલી હોય જામીન અરજી નામંજુર કરવા ભારપુર્વક દલીલ કરેલ. દલીલ ધ્યાને લઈ જામીન અરજી નામંજુર કરતો હુકમ કરેલ. આ કામે સરકાર પક્ષે સરકારી વકીલ અનિલ એસ.ગોગિયા રોકાયેલા હતાં.