રાજકોટ,તા.1
ખોટું નામધારણ કરી કોર્ટમાં જુબાની આપવાના ગુનામાં સાતલાના ખેડૂતને બે વર્ષની સજાનો હુકમ થયેલો જે હુકમ સેશન્સ કોર્ટ રદ્દ કર્યો છે.
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, ખેડૂત ડાયાભાઈ સદાદીયા વિરૂધ્ધ વર્ષ-2004 માં કોર્ટમાં ખોટું નામ ધારણ કરી જુબાની આપવા ઈ.પી.કો. કલમ-193, 196, 205, 419 મુજબનો ગુન્હો દાખલ થયેલ. ચીફ કોર્ટમાં કેસ ચાવ્યા બાદ વર્ષ-2022 માં ચીફ કોર્ટે આરોપી ડાયાભાઈને બે વર્ષની સાદી કેદની સજા તથા આરોપી ધ્વારા દંડની રકમ ભરવામાં ન આવે તો વધુ 30 દિનની સાદી કેદની સજાનો હુકમ ફરમાવેલ હતો. ત્યારબાદ ડાયાભાઈને તે હુક્રમમાં સ્ટે મેળવી લીગલ એડના એડવોકેટ સેશન્સ કોર્ટમાં સજા તથા દંડ રદ કરાવવા ફોજદારી અપીલ દાખલ કરેલ. આરોપીના વકીલ ધ્વારા એપેલન્ટને કોર્ટને રજુઆત કરવામાં આવેલ કે, આરોપી અભણ છે તેને લખતા વાંચતા આવડતું નથી તેમજ નીચેની કોર્ટે એપેલન્ટના બચાવને ધ્યાને લીધા વગર સજાનો હુકમ ફરમાવેલ છે.
આરોપીનો કોઈ ગુન્હાહિત ઈતિહાસ નથી. તદઉપરાંત તેમના પર પરીવારની જવાબદારી આવેલ છે. તેમજ ચીક કોર્ટ ધ્વારા ત્રણ વર્ષથી ઓછી સજા થયેલ હોવાથી પણ આ એપેલન્ટને પ્રોબેશનનો પણ લાભ મળવાપાત્ર છે. ઉચ્ચ ન્યાયાલયના રજુ રાખેલ ચુકાદાઓ ધ્યાને લઈ સેશન્સ કોર્ટેની ચીફ કોર્ટનો બે વર્ષની સજાનો હુકમ રદ કરી આરોપી ડાયાભાઈને નિર્દોષ જાહેર કરેલ છે અને દંડની રકમના રૂા.1,000/- પણ આરોપીને પરત આપવાનો હુકમ ફરમાવેલ છે.
આ કેસમાં એપેલન્ટ તરફે જીલ્લા કાનુની સેવા સતામંડળના લીગલ એડના યુવા ધારાશાસ્ત્રી વિવેક એન.સાતા રોકાયેલ હતાં.