ગર્લફ્રેન્ડ સામે વટ પાડવા દેવાંગે દાણાપીઠમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકનો મોંઘો આઈફોન ચોરી લીધો!!

01 April 2023 04:57 PM
Rajkot Crime
  • ગર્લફ્રેન્ડ સામે વટ પાડવા દેવાંગે દાણાપીઠમાં ખરીદી કરવા આવેલા ગ્રાહકનો મોંઘો આઈફોન ચોરી લીધો!!

રઘુવીરપરાનો દેવાંગ પણ દાણાપીઠે ખરીદી કરવા આવ્યો હતો, બીજા ગ્રાહકનો આઈફોન જોઈ દાનત બગડી!:પોલીસે સીસીટીવી ફુટેઝ મેળવી પકડ્યો

રાજકોટ,તા.1
કોઈ પણ યુવક પોતાની ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા સામાન્ય રીતે મિત્રો પાસેથી નવી બાઇક કે મોબાઈલ કે કાર લઈ આવતા હોય છે અને જો તે મિત્ર તરફથી કે કોઈપણ રીતે ન મળે તો ચોરીના રવાડે ચડી અને મોંઘો મોબાઈલ,બાઇક કે કાર ચોરી ગર્લફ્રેન્ડ સામે વટ પાડે છે ત્યારે તે વધારે સમય ટકતું નથી.આવીજ રીતે રાજકોટના દાણાપીઠમાં ખરીદી કરવા આવેલા રઘુવીરપરાના શખ્સે ગ્રાહકની નજર ચૂકવી તેનો રૂ.70 હજારનો આઈફોન ચોરી લીધો હતો જોકે પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે તુરંત જ તેને દબોચી લીધો હતો.

વધુ વિગતો મુજબ,રાજકોટમાં પરાબજારમાં આવેલી અબ્બાસ અલી કારીયાણાની પેઢીએ ખરીદી કરવા એક ગ્રાહક આવ્યા હતા તેઓએ પોતાના આઈફોન પર વાત કર્યા બાદ મોબાઈલ ત્યાં ટેબલ પર રાખ્યો હતો અને ત્યાં જ રઘુવીરપરાનો દેવાંગ મુકેશ વાળા પણ ત્યાં ખરીદી કરવા આવ્યો હતો અને તેમણે ટેબલ પર રાખેલો આઈફોન જોઈ તેની દાનત બગડી હતી અને તેમણે ગ્રાહકની નજર ચૂકવી મોબાઈલ સેરવી લીધો હતો.

બાદમાં ગ્રાહકે મોબાઈલ શોધ્યો પરંતુ ના મળતા તેમણે એ ડિવિઝનમાં પોતાનો આઈફોન ચોરી થયો હોવાની ફરિયાદ નોંધાવી હતી.આ ગુન્હાની તપાસ એ ડિવિઝન પોલીસના પીએસઆઈ જી.એન.વાઘેલા,એએસઆઈ એમ.વી.લુવા,જયરાજસિંહ કોટિલા અને હરપાલસિંહ સહિતના સ્ટાફે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂ કરી હતી.ત્યારે મોબાઈલ લોકેશનને આધારે ઢેબર રોડ પરથી દેવાંગને ઝડપી લીધો હતો.પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,દેવાંગ તેની ગર્લફ્રેન્ડ સામે વટ પાડવા માટે આઈફોન મોબાઈલની ચોરી કરી હતી.


Related News

Advertisement
Advertisement