રૂ।.99 લાખના ચેક રિટર્ન કેસમાં સંતોષી કુમારીને એક વર્ષની સજાનો હુકમ

01 April 2023 04:58 PM
Rajkot
  • રૂ।.99 લાખના ચેક રિટર્ન કેસમાં સંતોષી કુમારીને એક વર્ષની સજાનો હુકમ

રાજકોટની વૈભવ સર્જીકલ પેઢી પાસેથી માલની ખરીદી કરી સારસ ગ્રુપ ઓફ કંપનીના માધવન પડાયચીએ તેના પત્નીના નામે ચેક આપેલો

રાજકોટ,તા.1
શહેરમાં વાવડી વિસ્તારમાં પરિન ફર્નિચર પાછળ, રાણી ઈન્ડ્રસ્ટીઝ એરીયામાં આવેલી વૈભવ સર્જીકલ પેઢીમાંથી અમદાવાદના ખોખરા સી.એન.નગરમાં આવેલ સારસ ગ્રુપ ઓફ કંપનીએ સર્જીકલ સામાનની ખરીદી કરી હતી.

અમદાવાદની કંપનીના માલિક માધવન પડાયચીએ સામાનની ખરીદીના ચુકવણા પેટે રૂ।.99 લાખની ચેક તેની પત્ની સંતોષીકુમારીના નામનો આપ્યો હતો.આ ચેક રિટર્ન થતા નોટિસ પછી પણ રૂપિયા ચુકતે ન કરતા વૈભવ સર્જીકલના ભાગીદાર જીતુભાઈ ધીરૂભાઈ વાછાણીએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસમાં આરોપી હાજર થયેલ હતાં. અને કેસમાં પુરાવો લેવામાં આવ્યો હતો.

ત્યારબાદ ફરીયાદીના વકીલ મુકેશ આર.કેશરીયા તથા સંજયસિંહ આર.જાડેજા દ્વારા દલીલો અને રજૂઆતો કર્યાબાદ કોર્ટે તેમના ચુકાદામાં પુરાવાની વિસ્તૃત છણાવટ બાદ નેગોશીએબલ કોર્ટના જજ વાય.બી.ગામીતે આરોપીને એક (1) વર્ષની સજા તથા રૂ।,99,000/- ફરીયાદીને દિવસ-30માં વળતર પેટે ચુકવવામાં કસુર થયે વધુ 6 માસની સજાનો હુકમ ફરમાવેલ છે. ઉપરોકત કામમાં ફરીયાદી વતી એડવોકેટ મુકેશ આર.કેશરીયા તથા સંજયસિંહ આર.જાડેજા તથા આર.એન.મંજુષા, હાર્દિક પી.વાગડીયા રોકાયેલ હતાં.


Related News

Advertisement
Advertisement