ખોખડદડ નદીના પુલ પાસે અકસ્માતમાં ઘવાયેલા યુવકનો કિંમતી મુદ્દામાલ 108ની ટીમે પરત કર્યો

01 April 2023 04:59 PM
Rajkot
  • ખોખડદડ નદીના પુલ પાસે અકસ્માતમાં ઘવાયેલા યુવકનો કિંમતી મુદ્દામાલ 108ની ટીમે પરત કર્યો

રાજકોટ,તા.1
રાજકોટમાં ગઈકાલે સાંજના સમયે ખોખડદડના પૂલ પાસે બાઇકનું અકસ્માત થયો હતો.આ બનાવની જાણ 108ને કરવામાં આવતા ઈએમટી રાજીબેન ડાકી અને પાઇલોટ ધર્મેન્દ્રસિંહ વાળા તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ત્યાં ઘવાયેલા બાઇક ચાલક કેતનભાઈ કાકડીયાને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યારે અકસ્માત થયો ત્યારે ઈજાગ્રસ્ત દર્દી કેતનભાઈનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.જેમાં એક ઘડિયાળ,સોનાની વીંટી, મોબાઇલ,અગત્યના ડોક્યુમેન્ટ મળ્યા હતા.જે અંદાજિત 60,000 રૂપિયાથી વધુ કિંમતી રકમ હતી.જે તેમના ભાઇ ભરતભાઈને પરત આપ્યા હતા.તેઓએ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.


Advertisement
Advertisement