રાજકોટ તા.1 : રાજકોટમાં વિજતંત્રમાં અર્ધોડઝન અધિકારીઓની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. ગુજરાત વિજ શુલ્ક નિર્ધારણ પંચમાં બદલી પામેલા જે.જે.ગાંધીની ચીફ ઈજનેર (ટેકનીકલ)ની ખાલી જગ્ય પર સીનીયર અધિકારી ડી.વી.લાખાણીની નિયુક્તિ કરવામાં આવી છે.
પીજીવીસીએલના એમડી વરુણકુમાર બરનવાલની બદલી પુર્વે જ વિજતંત્રમાં જારી કરાયેલા ટ્રાન્સફર ઓર્ડરોમાં ડી.વી.લાખાણીને ચીફ ઈજનેર (મટીરીયલ્સ)માંથી ચીફ ઈજનેર (ટેકનીકલ)માં મુકવામાં આવ્યા છે. સુપ્રિ. એન્જીનીયર આર.સી.પટેલને પ્રમોશન આપીને એડીશ્નલ ચીફ ઈજનેર બનાવવામાં આવ્યા છે.
આર.જી.ગોવાણીની સુપ્રિ. એન્જીનીયરલ (મટીરીયલ્સ) તથા એન.સી.ઘેલાણીની એડીશ્નલ ચીફ એન્જીનીયર (મટીરીયલ્સ)માં ટ્રાન્સફર કરાઈ છે. આ સિવાય મોરબીના સુપ્રિ. ઈજનેર બી.આર.વડાવીયાને રાજકોટ કોર્પોરેટ ઓફિસમાં મુકવામાં આવ્યા છે જયારે કેશોદના એસ.એચ.રાઠોડની મોરબી બદલી કરવામાં આવી છે.