નવી દિલ્હી, તા. 1 : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રવિવારે આસામમાં રેલી કરવાના છે ત્યારે આસામના મુખ્યમંત્રી હિંમત બિસવા સરમાએ કેજરીવાલને ચેતવણી આપી છે કે મારી વિરૂધ્ધ એક પણ શબ્દ બોલ્યા છો તો માનહાનીનો કેસ કરી દઇશ. હિંમત બિસવા સરમાનું આ બયાન એવા સમયે આવ્યું છે.
જયારે કથિત રીતે અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભામાં કહ્યું હતું કે હિંમત બિસવા સરમા સામે અનેક રાજયોમાં કેસ થયા છે. હિંમત બિસવા સરમાએ કહ્યું હતું કે મારી સામે કોઇ કેસ નથી, માત્ર કેટલાક કોંગ્રેસીઓએ મારી વિરૂધ્ધ ખોટા કેસ કર્યા છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુવાહાટીમાં જનસભા સંબોધશે તેમની સાથે પંજાબના સીએમ માન પણ હાજર રહેશે.