કોલકાતા તા.1 : પશ્ચીમ બંગાળના હાવડા, શિવપુરમાં રામનવમી શોભાયાત્રા નીકળી તે દરમિયાન થયેલી હિંસાની તપાસ રાજય સરકારે આપરાધીક તપાસ વિભાગ- સીઆઈડીને સોંપી છે, જયારે આ ઘટના પર રાજયપાલ આવી આનંદ બોસે મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે વાત કરી છે.
દરમિયાન આજે સવાર સુધીમાં કોઈ અપ્રિય ઘટના નથી બની અને વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસ દળને તૈનાતી કરવામાં આવ્યું છે. રાજયપાલે હિંસાના મામલે રિપોર્ટ પણ માંગ્યો છે. રાજભવન તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજયપાલ બોસે રાજય સરકારને ઉપદ્રવીઓ સામે કાર્યવાહી સિવાય કાનુન વ્યવસ્થા અસરકારક જાળવી રાખવા માટે કડક બંદોબસ્ત નિશ્ચીત કરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે રામનવમીએ હાવડામાં શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસા ભડકી હતી.