રાજકોટ, તા. 1 : રાજકોટ સહિત રાજયભરમાં છેલ્લા 15 દિવસથી કોરોનાની મહામારીએ માથુ ઉંચકવાનું શરૂ કર્યુ છે. કોરોનાના કેસોમાં ઉછાળો આવવા લાગેલ છે. આ મહામારીને નાથવા માટેની કો-શિલ્ડ વેકસીનની હાલ અછત પ્રવર્તી રહી હોય આ સંદર્ભે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલએ જણાવ્યું હતું કે
કો-શિલ્ડ વેકસીન હવે ટુંક સમયમાં જ મળવા લાગશે. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજયમાં ગત અઠવાડીયે કોરોનાના 400 જેટલા કેસો નોંધાયા છે. આ માટે ટેસ્ટીંગ વધારવામાં આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું હતું. કોરોનાએ લોકોના જીવન સાથે વણાય ગયો છે. કોરોનાનો નવો વેરીયન્ટ ઘાતક નથી પણ લોકોએ તેનાથી સાવધાની રાખવી જરૂરી છે.