રાજકોટ,તા.1
લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાઇવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.લખનૌ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને લીધે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે., રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે:
ડાયવર્ટ કરેલા રૂટ પર દોડતી ટ્રેનો:
ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા એક્સપ્રેસ 03.04.2023 ના રોજ અને ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 07.04.2023 ના રોજ વાયા વારાણસી-પરતાપગઢ-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અકબરપુર અને અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ 05.04.2023 ના રોજ અને ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ 08.04.2023 ના રોજ વાયા વારાણસી-લખનૌ થઈને આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ દ્વારા ચાલશે. જે સ્ટેશનો પર આ ટ્રેન નહીં જાય તેમાં અયોધ્યા કેન્ટનો સમાવેશ થાય છે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતી નવીનતમ અપડેટ્સ માટે www. enquiry. indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.
ટ્રિપ્સ રદ્દ
બનારસ ખાતે રિમોડેલિંગના કામને કારણે ઓખા-નાહરલગુન (અરુણાચલ પ્રદેશ) સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેનની ટ્રિપ્સ એપ્રિલ, 2023 માટે રદ કરવામાં આવી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા મુજબ, હવે ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલગુન સ્પેશિયલ ટ્રેન 02.05.2023 થી 27.06.2023 સુધી ઓખાથી દર મંગળવારે 22.00 કલાકે ઉપડશે
અને શુક્રવારે 16.00 કલાકે નાહરલગુન પહોંચશે. તેવી જ રીતે, રિટર્ન માં ટ્રેન નંબર 09526 નાહરલગુન-ઓખા સ્પેશિયલ 06.05.2023 થી 01.07.2023 સુધી નાહરલગુન થી દર શનિવારે 10.00 કલાકે ઉપડશે અને મંગળવારે 03.35 કલાકે ઓખા પહોંચશે. ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલગુન સ્પેશિયલ માટેનું બુકિંગ 1 લી એપ્રિલ, 2023 થી PRS કાઉન્ટર્સ અને IRCTCની વેબસાઇટ પર ખુલશે.