કેકેવી ચોકની બંને તરફ ટ્રાફિકની અંધાધૂંધી: રૈયા રોડ પર ફરી ખોદકામ!

01 April 2023 05:15 PM
Rajkot
  •  કેકેવી ચોકની બંને તરફ ટ્રાફિકની અંધાધૂંધી: રૈયા રોડ પર ફરી ખોદકામ!

શહેરના કાલાવડ રોડ પર કેકેવી ચોકમાં બ્રીજ પર બ્રીજનું કામ અંતિમ તબકકામાં પહોંચ્યું છે. તેવામાં ગઇકાલથી સર્વિસ રોડનું કામ પુરૂ કરવા માટે કેકેવી ચોકની બંને તરફનો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો છે. દોઢેક વર્ષથી આ રોડ પર વાહનની અવરજવરને મોટી અસર થઇ છે. કાલાવડ રોડ પર સેન્ટ મેરી સ્કુલથી બંને તરફ અને ચોક બાદ આત્મીય કોલેજ તરફ અને સામેના બંને રોડનો ટ્રાફિક સર્વિસ રોડ પરથી ડાયવર્ટ કરાયો છે.

તેમાં પણ વરસાદ સહિતના કારણોથી આ સર્વિસ રોડની હાલત ખખડેલી રહી છે. બે દિવસથી ભૂગર્ભમાં રહેલી જુદી જુદી પાઇપલાઇનો ફેરવવા પ્રિન્સેસ સ્કુલથી સીધા જતા અને ચોક બાદ રોયલપાર્ક તરફનો સર્વિસ રોડ પણ બંધ કરાયો છે. આ બાદ જ ડામર રોડ થઇ શકે તેમ છે. પરંતુ લાંબા ચકકરો કાપવા પડતા હોવાથી આજે લોકો ઝીગઝાગની જેમ વાહન કાઢતા જોવા મળ્યા હતા.

તંત્રએ બેરીકેટ રાખીને રોડ બંધ કર્યા છે. પરંતુ ઘણા વાહન ચાલક આ રીતે પટ્ટી ઉંચી કરીને સ્કુટર કાઢતા હતા. હવે આવી જ હાલત ફરી રૈયા રોડની થઇ છે. થોડા માસ પહેલા રૈયાધારથી સોજીત્રાનગર સુધી નવી પાઇપલાઇન નાંખવા માટે અડધા અડધા રોડ ખોદી નંખાયા હતા. ભારે હેરાનગતી બાદ માંડ પેચવર્ક થયું છે. પરંતુ તે બાદ ભૂગર્ભમાં રહેલ લાઇનોની વાલ્વ ચેમ્બર બનાવવાનું કામ શરૂ થતા ફરી રોડ પર ખોદકામ દેખાયું છે. હવે આ રોડ પર ત્રીજા થીગડા લાગે તે સાથે ડામરનું લેવલીંગ એકસરખુ કરવામાં આવે તેવી લાગણી વાહન ચાલકો વ્યકત કરી રહ્યા છે. (તસ્વીર : દેવેન અમરેલીયા)

Related News

Advertisement
Advertisement