પુંડુચેરી: પુંડુચેરીની અન્નાડીએમકે ભાજપની સંયુક્ત સરકારે રાજય સરકારના મહિલા કર્મચારીઓને એક માસમાં ત્રણ શુક્રવાર ખાસ પુજા માટે બે કલાકની ખાસ રજા આપવા જાહેરાત કરી છે. મહિલા કર્મચારી સવારે ઓફિસના પ્રારંભના સમયમાં 8.45ના બદલે 10.45 એ આવી શકશે.
એક માસમાં ત્રણ શુક્રવાર આ રીતે તેઓ પૂજા-અવર્સ લઈ શકો. મહિલાઓ તેના નિવાસે પુજા કરી શકશે. તે માટે આ રજા અપાઈ છે. જો કે હોસ્પીટલ, પોલીસ મથક, શૈક્ષણિક સંસ્થાઓ તથા આવશ્યક સેવાઓમાં આ નિયમ લાગુ થશે નહી.
રાજયના લેફ. ગવર્નર ટી.સુંદરરાજન મારફત બહાર પાડવામાં આ આદેશમાં જાણે કે જે ઓફિસમાં ફકત મહિલા કર્મચારીઓ કે મોટાભાગે મહિલા કર્મચારીઓ ફરજ પર હોય તો તેઓ રોટેશનના આધારે આ પ્રમાણે રજા રાખી શકે છે. જો કે વિપક્ષ ડીએમકે એ આ પ્રકારે રજાનો વિરોધ કર્યો છે અને પુંડુચેરી લોકો આરએસએસની વિચારધારા શોધવાના પ્રયાસ તરીકે ગણાવ્યો હતો.