ભારતીય સેનામાં પ્રથમ વખત મહિલા અધિકારીઓને આર્ટીલરી રેજીમેન્ટમાં ફરજ સોંપવામાં આવી છે. આજે ચેન્નઈમાં ઓફિસર્સ ટ્રેનીંગ એકેડેમીમાં સફળ તાલીમ બાદ આ પાંચ મહિલા અધિકારીઓ આર્ટીલેરી રેજીમેન્ટમાં સામેલ થઈ ગઈ છે.
તે હવે તોપ તથા રોકેટ સહિત ફિલ્ડ અને સર્વિલાન્ટ તથા ટાર્ગેટ ઈકવીજેશન સહિતની ફરજો સોંપાશે. આ રેજીમેન્ટમાં સામેલ થનાર લેફ. સાક્ષી દુબે તથા લેફ. અદિતી યાદવ, લેફ. પવિત્ર મુદગીલ, લેફ. આકાંક્ષા અને લેફ. મહક સૈનીનો સમાવેશ થાય છે.