વિશ્વ હાઈપર ટેન્શન ડે : એક કરતા વધુ જવાબદારીના બોજના તનાવથી મહિલાઓમાં વધ્યું હાઈપર ટેન્શન

17 May 2023 03:43 PM
Health India Woman
  • વિશ્વ હાઈપર ટેન્શન ડે : એક કરતા વધુ જવાબદારીના બોજના તનાવથી મહિલાઓમાં વધ્યું હાઈપર ટેન્શન

પૂરતી ઉંઘ, કસરત, જીવન શૈલી અને ખાનપાનમાં ‘સુધાર’થી હાઈપર ટેન્શનથી બચી શકાય છે

નવીદિલ્હી, તા.17
હાઈ બ્લડ પ્રેસરને હાઈપર ટેન્શન પણ કહે છે. આંકડા અનુસાર આજકાલ હાઈપર ટેન્શનની શિકાર મહિલાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. લાઈફ સ્ટાઈલની કેટલીક ખોટી આદત્તો અને બર્થ કંટ્રોલ પિલ્સ હાઈ બ્લડ પ્રેસરના રિસ્કને વધારી દે છે. હાઈપર ટેન્શનથી હાર્ટ એટેકનો ખતરો રહે છે અને કિડની પર ખરાબ અસર થાય છે. આજે વિશ્વ હાઈપર ટેન્શન દિવસે હાઈપર ટેન્શન વિષે વધુ જાણીએ.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના એક રિપોર્ટ મુજબ પુરુષોની તુલનામાં કાર્ડિયોવાસ્કયુલર ડીસીઝથી અસર પામનારી મહિલાઓની સંખ્યા સતત વધી રહી છે. જેમાં મોટી સંખ્યા 40 વર્ષથી ઓછી વયની મહિલાઓ છે. જયારે ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝના આંકડા અનુસાર 2017માં હાઈપર ટેન્શનના કારણે હૃદય સાથે જોડાયેલ સમસ્યાઓથી પીડિત મહિલાઓની સંખ્યા 18 લાખ હતી જે વર્ષ 2022માં 19.4 લાખ થઈ ગઈ હતી. અધ્યયન અનુસાર હાલ 28માંથી 18 મહિલાઓ હાઈપર ટેન્શનથી પીડાઈ રહી છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર તનાવગ્રસ્ત જીવન શૈલી, ધુમ્રપાન, સ્થૂળતા, ડાયાબિટીસ, અનિંદ્રા, ડિપ્રેસન, ભોજનમાં વધુ મીઠા (નમક)નો ઉપયોગ, લીવરની ફરિયાદો અને ડાઈપર ટેન્શનના મુખ્ય કારણ હોય છે.

શા માટે મહિલાઓ વધુ શિકાર?
ગાયનેકોલોજીસ્ટ ડોકટર સપના અરોડા કહે છે- ગર્ભાવસ્થામાં મહિલાઓમાં અનેક પ્રકારના શારીરિક ફેરફાર થાય છે. જેના કારણે શરીરમાં લોહીની માત્રા વધી જાય છે. તેનું કારણ મેનોપોઝ, પીસીઓએસ, ગેસ્ટેશનલ, ડાયાબિટીશ અને સમય પહેલા ડિલીવરી છે. પરંતુ આ બધામાં સૌથી વધુ મહત્વ ધરાવે છે લાઈફ સ્ટાઈલ. ડો. નીતિન અરોડા કહે છે- મહિલાઓમાં વધુ તનાવ હાર્ટ એટેકનું ખાસ કારણ બને છે, કારણ કે મહિલાઓ મલ્ટીપલ ટાસ્ક કરતી હોય છે. તો તેને ટેન્શન પણ વધુ હોય છે.

હાઈપર ટેન્શનના લક્ષણ: માથુ વધુ દુ:ખે. સતત થાક લાગે, છાતીમાં દુ:ખાવો થાય. શ્વાસ લેવામાં તકલીફ પડે. પેશાબમાં લોહી આવે. ગળા અને બાંયમાં સતત દર્દ રહે.

આટલું ધ્યાન રાખવું
આપના કામો સમયસર પૂરા કરો જેથી તનાવ ન રહે. રોજ કસરત કરો. બેલેન્સ્ડ ખોરાક લો. મીઠા (નમક)નો ઓછો ઉપયોગ કરો. શાકભાજી, ફળ, દૂધ લો. પૂરી ઉંઘ લો. અડધો કલાક બ્રિસ્ક વોક, જોગીંગ, સાયકલીંગ, સ્વીમીંગ કરો. શરાબ, ધૂમ્રપાન, ફાસ્ટ ફૂડથી દૂર રહો.


Related News

Advertisement
Advertisement