માધવપુર (ઘેડ) ગામે રાજાશાહી સમયના પશુઓને પાણી પીવા માટેના અવેડા પાસે ગંદકીના થર જામ્યા છે. માત્ર વેરા વસુલવામાં રહ્યા પરવા રહેતા ગ્રામ પંચાયતનાં સતાધીશો સફાઈ નહી કરાવતા ગ્રામજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. અવેડા પાસે સફાઈ કરાવી ગંદકી દુર કરાવવા માંગણી ઉઠી છે.