ક્રેડીટ કાર્ડ હવે તમારો સહપ્રવાસી: વિદેશ ટુર ખર્ચ 20% વધી જશે

19 May 2023 09:50 AM
Government India Top News Travel World
  • ક્રેડીટ કાર્ડ હવે તમારો સહપ્રવાસી: વિદેશ ટુર ખર્ચ 20% વધી જશે

◙ વિદેશમાં 100 ડોલરનો ખર્ચ કરો ક્રેડીટ કાર્ડમાંથી કપાશે 120 ડોલર

◙ સરકારે ક્રેડીટ કાર્ડ ખર્ચને લીબરાલાઈઝડ રેમીટન્સ સ્કીમની મર્યાદા સમાવી 20% ટીસીએસની જોગવાઈની પ્રવાસ ખર્ચ વધારી દીધો

◙ ક્રેડીટકાર્ડ પેમેન્ટનો 48 દિવસમાં કરવું પડશે ટીસીએસ રીફંડ રીટર્ન ફાઈલ કર્યા પછી જ મળશે અથવા કર જવાબદારીમાં એડજેસ્ટ થશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વિદેશ પ્રવાસમાં ભારતીયો દ્વારા જે જંગી ખર્ચ થતો હતો અને અબજો ડોલર વિદેશમાં ઢસડાઈ જતા હતા તેમાં ક્રેડિટ કાર્ડની ભૂમિકા મોટી હોવાની ખુલતા જ હવે લીબરાઈઝડ રેમીટન્સ સ્કીમ (એલઆરએમ) હેઠળ જે વર્ષ 2.50 લાખ ડોલરની વિદેશમાં લઈ જવાની મર્યાદા છે તેઓ ક્રેડીટ કાર્ડ મારફત થતા ખર્ચને પણ જોડી દઈને તથા ક્રેડીટ કાર્ડ મારફત થતા ખર્ચ પર 20% ટેક્ષ કલેકશન એટ સોર્સમાં જોડી દેતા હવે વિદેશ પ્રવાસનું આયોજન કરનારને તેના હોલીડે બજેટને ફરીથી ગોઠવવા પડશે.

આ જોગવાઈ 1 જુલાઈથી લાગુ થશે પણ તેમાં એડવાન્સ પ્લાનીંગ- બુકીંગ કરાવનાર માટે તેના ક્રેડીટ કાર્ડ ખર્ચના 20% રકમ તો અગાઉથી જ ટેક્ષ માટે અલગથી રાખી દેવા પડશે. વિદેશમાં તેઓ 100 ડોલરનો ખર્ચ કરે તો તુર્તજ તેની સામે 20 ડોલર- ટીસીએસ તરીકે કપાશે. આમ તેના ક્રેડીટ કાર્ડમાંથી કુલ 120 ડોલર થશે જયારે તેણે ખર્ચ તો 100 ડોલરનો જ કર્યો હશે.

આમ તેની ક્રેડીટ કાર્ડ લીમીટ આપોઆપ ઘટી જશે. ખાસ કરીને આ પ્રકારના ટ્રાન્ઝેકશનમાં જેઓ પ્રી-લોડેડ ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરીને તેના અનેક ખર્ચ પોતાના રીટર્નમાં દર્શાવતા નથી. તેઓને ફરજીયાત હવે રીટર્નમાં દર્શાવવા પડશે. કારણ કે તેની સામે 20% ટીસીએસ કપાયેલો હશે જે રીફંડ મેળવવા કે તેની કરજવાબદારી સામે સેટ ઓફ કરવામાં તેનો ઉપયોગ કરવાનો રહે જો તે રીટર્નમાં ન દર્શાવે તો પણ કેન્દ્ર સરકારે જે રીતે હાઈવેલ્યુ ટ્રાન્ઝેકશનની માહિતી તેની પાસે પહોંચે છે તે ઉપરાંત ટીસીએસ જે ક્રેડીટ કાર્ડ કંપની તેના કાર્ડ હોલ્ડર વતી સરકારમાં જમા કરાવે છે તે પણ આ પ્રકારના વ્યવહારની ચાડી ખાઈ જશે.

આંતરરાષ્ટ્રીય ક્રેડીટ કાર્ડમાં આ રીતે કપાતા ટીસીએસના રીફંડ માટે કે તેને કરજવાબદારીમાં સેટ ઓફ કરવામાં પણ તેનું રીટર્ન ફાઈલ કરે ત્યાં સુધી અને રીફંડ મળે ત્યાં સુધી રાહ જોવી પડશે. આમ એપ્રિલ-મે માસમાં જે ટ્રાવેલની સીઝન ગણાય છે તે સમયે કપાયેલા ટીસીએસ માટે બીજા વર્ષે છેક જુલાઈમાં તેનું રીટર્ન ફાઈલ થાય ત્યાં સુધી રાહ જોઈ શકશે. આ રીતે 20% ટીસીએસની જંગી રકમ સરકાર વિના વ્યાજે વાપરશે.

બીજી તરફ ક્રેડીટ કાર્ડ મારફત થતા ખર્ચમાં જે તે કાર્ડ હોલ્ડર્સ વધુમાં વધુ 48 દિવસ બાદ તેના ક્રેડીટ કાર્ડ બિલ સેટલ કરવાના હોય છે અને જો તેમાં નિષ્ફળ નિવડે તો તગડું વ્યાજ પણ ક્રેડીટ કાર્ડ કંપનીમાં વસુલે છે. આમ તેણે જે ખર્ચ કર્યા નથી પણ ટીસીએસ તરીકે તેના કાર્ડમાંથી કપાયો છે તે રકમ જે સરકારમાં જમા છે તેના પર પણ વ્યાજ વસુલાશે.

આમ ક્રેડીટ કાર્ડ હોલ્ડરને ડબલ માર પડશે. આ ઉપરાંત ટ્રાવેલ-નાવ-પે-લેટર જેવી યોજનાઓમાં લાંબા સમય પછી તેની ટ્રીપનું પેમેન્ટ કરવાનું હોય છે જયાં પણ તેમને ખર્ચ માટે ક્રેડીટ કાર્ડ અપાય છે. જેમાં કંપની અગાઉથી હવે ટીસીએસ ગણતરી કરીને લીમીટ ઘટાડશે. હવે વિદેશમાં જેઓને મોટા ખર્ચ કરવાના છે અને છતાં ટીસીએસથી બચવું છે. તેઓ માટે વિદેશી ચલણની બ્લેક આઉટ દર ખૂબ જ વધી જશે.


Related News

Advertisement
Advertisement