♦ નાઈટ શિફટમાં કામ કરતા પુરુષોને ડાયાબીટીસ, હાઈ બ્લડપ્રેસર, કોલેસ્ટ્રોલની સમસ્યા ઉભી થઈ : જો કે સ્ત્રીઓને રાત્રીની શિફટમાં કામથી આવી સમસ્યા નહીવત
લંડન,તા.19
રાત્રિની શિફટમાં મહિલાઓની તુલનામાં પુરુષનું કામ કરવું ખતરનાક છે. તેમને ડાયાબીટીસ અને હાઈ બ્લડ પ્રેસરનું વધુ જોખમ રહે છે. બ્રિટનમાં થયેલા એક સંશોધનમાં આ રસપ્રદ અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે.
અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે પુરુષોની બોડી કલોક ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેમાં સમયથી વિપરીત કામ કરવાથી તેમાં ગરબડીની સંભાવના વધુ રહે છે. તેમની જીન ગતિવિધિને લઈને આંતરડાના બેકટીરીયા અને બ્લડ પ્રેશર સહિત ઘણુ બધું અસ્ત વ્યસ્ત થઈ શકે છે, તેની સામે મહિલાઓમાં આ સંખ્યા ઓછી હોય છે.
સંશોધકોના અનુસાર બ્રિટનમાં અલગ અલગ શિફટમાં કામ કરનાર 90 હજાર લોકોના ડેટાનો ઉપયોગ થયો હતો. તેમાં જાણવા મળ્યું હતું કે માન્ય કલાકો કામ કરનારા પુરુષોની તુલનામાં રાત્રે કામ કરનારા પુરુષોમાં પેટાબેલિક સિન્ડ્રોમ થવાની સંભાવના વધુ હતી જે હૃદયરોગ અને ડાયાબીટીસના જોખમનું મુખ્ય કારણ છે.
આ સિવાય હાઈબ્લડ પ્રેસર, કોલેસ્ટ્રોલ અને શરીરમાં વધારાની ચરબી થવાનો પણ ખતરો રહે છે. જયારે માન્ય કલાકોમાં કામ કરતી મહિલાઓ રાતની શિફટમાં કામ દરમિયાન આ જોખમ નહીંના બરાબર જોવા મળ્યું હતું.