પોરબંદર પાસે બાઇક સ્લીપ થતા ભાણવડના યુવકનું કમકમાટીભર્યુ મોત

20 May 2023 11:56 AM
Porbandar Rajkot
  • પોરબંદર પાસે બાઇક સ્લીપ થતા ભાણવડના યુવકનું કમકમાટીભર્યુ મોત

તબરેજ બુખારી પોરબંદર પાસે આવેલ દરગાહે દર્શન કરવા જતો હતો ત્યારે દુર્ઘટના ઘટી : રાજકોટ સીવીલે સારવારમાં દમ તોડતા પરીવારમાં કલ્પાંત

રાજકોટ, તા.20
પોરબંદરના બાવળાવદર પાસે બાઇક સ્લીપ થતાં ભાણવડના યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. પ્રાપ્ત વિગત અનુસાર ભાણવડના તકીયાવાડ મદ્રેસા ચોકમાં રહેતા તબરેજભાઇ મોસલીમભાઇ બુખારી (ઉ.વ.ર9) ગઇકાલે સાંજે પોરબંદરના બાવળાવદર ગામે આવેલ દરગાહે દર્શન કરવા બાઇક લઇ નીકળ્યા હતા.

દરમ્યાન તેઓ બાવળાવદર પાસે પહોંચ્યા ત્યારે તેની બાઇક સ્લીપ થતા રોડ પર ઠસડાયા હતા અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ સ્થળે એકઠા થયેલ લોકોએ 108 મારફતે પ્રથમ પોરબંદર હોસ્પિટલે અને બાદમાં વધુ સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતો જયાં તેનું ટુંકી સારવારમાં મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે રાણાવાવ પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી મૃતદેહને પી.એમ. અર્થે ખસેડયો હતો.વધુમાં મૃતક ભાણવડ નગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝમા ઓફિસ બોય તરીકે નોકરી કરતા અને બે ભાઇ, બહેનમાં મોટા અને સંતાનમાં એક પુત્ર છે. બનાવથી પરિવારમાં આક્રંદનું મોજુ ફરી વળ્યું હતું.


Related News

Advertisement
Advertisement