વડોદરા,તા.22
વડોદરામાં અમુલ દ્વારા 10 કરોડના ખર્ચે દેશની સૌપ્રથમ ઓર્ગેનીક લેબોરેટરી બનાવવામાં આવી છે. આ લેબનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકાર્પણ કર્યુ છે. આ લેબ શાકભાજી, અનાજ અને ફળોના ટેસ્ટીંગમાં જાણી શકાશે કે તે કેટલા ટકા ઓર્ગેનીક છે.
અમુલ દ્વારા દેશની સૌપ્રથમ ઓર્ગેનીક લેબનું 10 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જેનુ લોકાર્પણ અમીત શાહે કર્યુ છે. આ લેબ થકી હવે ઓર્ગેનીક વસ્તુનું રિયાલીટી ચેક શકય બનશે. અનાજ કે ખેતીના કોઈપણ ઓર્ગેનીક લેબમાં શકય બનશે તેમજ અનાજ, શાકભાજી અને ફળોના ટેસ્ટીંગ દ્વારા જાણી શકાશે કે તે કેટલા ટકા ઓર્ગેનીક છે. લેબના ટેસ્ટીંગમાં જાણી શકાશે કે આ ખાદ્ય સામગ્રીના સેવનથી કેન્સર કે અન્ય બિમારીનો કેટલો ખતરો છે.
લેબમાં પ્રાકૃતિક ખેતીના માપદંડ યોગ્ય છે કે કેમ તે જાણી શકાશે. સાથોસાથ તમામ એગ્રીકલ્ચર વસ્તુનું ટેસ્ટીંગ કરી શકાશે. ગુજરાતની એકમાત્ર અમુલની ઓર્ગેનીક ફુડના માપદંડ માટે આ લેબ આકાર પામી છે.
હાઈવેની નજીક આવેલા ખેતરોમાં તૈયાર થતા પાકને વાહનોના પ્રદુષણ સહિત અન્ય પ્રદૂષણની કેટલી અસર થાય છે. સાથોસાથ તેના માપદંડ પણ આ લેબમાં ટેસ્ટીંગ દ્વારા જાણી શકાશે.