નવી દિલ્હી તા.22 : કોરોના મહામારી બાદ દેશમાં પર્યટન વધવાની સાથે સાથે જ ઓનલાઈન યાત્રા કૌભાંડોની સંખ્યા પણ વધવા લાગી છે.રવિવારે જાહેર એક ખાસ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ભારતીય યાત્રીઓને બુકીંગ કરતી વખતે વળતરના નામે છેતરવામાં આવ્યા છે.
મેકેફી કોર્પોરેશનના ‘સેફર હોલીડેઝ’યાત્રા રિપોર્ટ અનુસાર સર્વેમાં સામેલ લગભગ 51 ટકા ભારતીયા યાત્રા માટે બુકીંગ કરવા દરમ્યાન રૂપિયા બચાવવાની કોશીશમાં ઓનલાઈન ગોટાળાનાં શિકાર થયા હતા. રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે ઠગાઈનાં શિકાર 77 ટકા લોકો યાત્રા શરૂ થતા પહેલાં જ 1000 ડોલર ગુમાવી ચૂકયા હતા.
આ રિપોર્ટ 7 દેશોના 7000 લોકો પર કરવામાં આવેલા સર્વેક્ષણ પર આધારીત છે.તેમાં ભારતમાંથી 1010 લોકો હતા. રિપોર્ટમાં ભારતમાં યાત્રા પર જનારા 66 ટકાએ કહ્યું હતું કે તે આ વર્ષે દેશમાં જ યાત્રા કરશે. જયારે 42 ટકા આંતર રાષ્ટ્રીય યાત્રા કરશે.