નવી દિલ્હી, તા.22
ભારતમાં ઓનલાઈન ગેમીંગ ઉદ્યોગ 1.5 અબજ ડોલરનો બની ચૂકયો છે, ચિંતાજનક વાત એ છે કે હવે તેમાં મહિલાઓનો પ્રવેશ પણ થઈ રહ્યો છે. લુમીકાઈના એક રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતમાં 50.7 કરોડ લોકો ઓનલાઈન ગેમ રમે છે, જેમાં 43 ટકા મહિલાઓ છે.
આમ પહેલીવાર બન્યું છે કે કેમ રમનારા લોકો (ગેમર)ને લૈંગિક આધારે ગણવામાં આવ્યા છે. આ યુવતીઓ માત્ર ગેમ રમતી જ નથી. બલકે તેમાંથી પૈસા પણ કમાય છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે ભારતની 1.4 અબજ વસ્તીનો 27 ટકા ભાગ 15થી29 વર્ષની વયના લોકોનો છે.
વધવાનું કારણ: રિપોર્ટમાં સસ્તા સ્માર્ટ ફોનની ઉપલબ્ધતા અને ઈન્ટરનેટ સુધી ઓછા દામોમાં પહોંચીને ઓનલાઈન ગેમના વધારાનું કારણ માનવામાં આવ્યું છે. સૌથી વધુ ગેમ ડાઉનલોડ કરાઈ: ગત વર્ષે ભારતમાં વિડીયોગેમના ડાઉનલોડમાં ભારત દુનિયામાં સૌથી આગળ રહ્યું હતું. કુલ મળીને ભારતીયોએ 15 અબજ વિડીયો ગેમ ડાઉન લોડ કરી. ઓનલાઈન વિડીયો ગેમથી છોકરીઓને પૈસા કમાવવાના પણ મોકા મળ્યા.
ઈ-સ્પોટસ ફેડરેશનના અનુસાર મહિલાઓ એક ટુર્નામેન્ટમાં 1200 ડોલર અર્થાત લગભગ એક લાખ રૂપિયા સુધી જીતી શકે છે. તેને ઓનલાઈન ગાળા ગાળીનો પણ સામનો કરવો પડે છે.