દુનિયાભરમાં હૃદયરોગથી વધતા જતા મૃત્યુના કેસ

23 May 2023 09:56 AM
Health India World
  • દુનિયાભરમાં હૃદયરોગથી વધતા જતા મૃત્યુના કેસ

► વિશ્વ હૃદય સંઘના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

► નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં હૃદયરોગનો વધુ ખતરો: ભારતમાં નાની વયે હાર્ટએટેકથી મૃત્યુના વધતા કેસ: 30 વર્ષમાં હૃદયરોગના કેસ 60 ટકા વધી ગયા

નવી દિલ્હી, તા.23
હૃદયરોગ દુનિયાભરમાં મોતનું મુખ્ય કારણ બની રહ્યો છે. વિશ્વહૃદય સંઘના રિપોર્ટમાં આ દાવો કરાયો છે. તેમાં જણાવાયું છે કે, દુનિયાભરમાં હૃદયની બીમારીથી મૃત્યુ પામનારા દર વર્ષે વધતા જાય છે, જયારે છેલ્લા 30 વર્ષમાં હૃદયની બીમારીના કુલ 60 ટકા વધ્યા છે.

રિપોર્ટના સહ લેખક અને ડબલ્યુએચઓના પુર્વ અધ્યક્ષ ફોસ્ટોપિન્ટોએ જણાવ્યું હતું કે, ચાર મુખ્ય બિન સંચારી રોગ કેન્સર, હૃદયની બીમારી, જૂના દમની બીમારી અને ડાયાબીટીસથી સૌથી મોટો ખતરો છે. આ રિપોર્ટ દર્શાવે છે કે હૃદયરોગ ખાસ કરીને નિમ્ન અને મધ્યમ આવકવાળા દેશોમાં મોટો ખતરો બનતો જઈ રહ્યો છે. જો કે સમય પહેલા હાર્ટ એટેક અને સ્ટ્રોકને 80 ટકા કેસમાં બહેતર સ્વાસ્થ્ય વ્યવસ્થા અને નીતિઓને તૈયાર કરીને રોકી શકાય છે.

ડબલ્યુએચઓ અનુસાર બિન સંચારી રોગોના કેસો અને મૃત્યુદરને ઘટાડવા માટે દેશોએ પોતાની જીડીપીના કમ સે કમ 5 ટકા સ્વાસ્થ્ય સેવાઓમાં ખર્ચ કરવા જોઈએ. રિપોર્ટમાં 2010ની તુલનામાં 2025 સુધી બિન સંચારી રોગોમાં સમય પહેલા મૃત્યુ દરને 25 ટકા સુધી ઘટાડવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.

ભારતમાં પણ નાની વયે લોકોનું હૃદય બિમાર થઈ રહ્યું છે: હાલના સરકારી આંકડા મુજબ દેશમાં બિન સંચારી રોગના કારણે થતા મૃત્યુનું પ્રમાણ 63 ટકા સુધી વધી ગયું છે. આ સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકો અને નીતિ ઘડનારાઓ માટે ચિંતાનો વિષય છે. ડો. બહલે જણાવ્યું હતું કે દેશમાં સૌથી મોટી ચિંતાનો વિષય છે. નાની વયે હૃદયની બિમારી થઈ જાય છે. જેનું સૌથી મોટું કારણ ડાયાબીટીસ, સ્થૂળતા, ધુમ્રપાન, શરાબ સેવન વગેરે છે. જેના પર લગામ લગાવવાની જરૂર છે.


Related News

Advertisement
Advertisement