વૉટસએપ પર હવે મોકલી દીધેલો મેસેજ એડિટ કરી શકાશે: નવું ફિચર્સ યુઝર્સને આપશે મહત્ત્વની ‘સગવડ’

23 May 2023 10:47 AM
India Technology Top News
  • વૉટસએપ પર હવે મોકલી દીધેલો મેસેજ એડિટ કરી શકાશે: નવું ફિચર્સ યુઝર્સને આપશે મહત્ત્વની ‘સગવડ’

ખોટા શબ્દ લખાયેલો મેસેજ મોકલી દીધાનું ધ્યાન પર આવે એટલે 15 મિનિટની અંદર તેને એડિટ કરી શકાશે

મુંબઈ, તા.23
વોટસએપે અંતે તમામ યુઝર્સ માટે એક નવું ‘એડિટ બટન’નું ફિચર લૉન્ચ કર્યું છે. પ્લેટફૉર્મે તાજેતરમાં જ ચેટને લોક કરવાનું ફિચર્સ આપ્યા બાદ હવે તેણે મેસેજિંગ એપ ઉપર વધુ એક મોટું અપડેટ આપ્યું છે.

વૉટસએપ યુઝર્સને હવે 15 મિનિટનો સમય મળશે કે તે પોતાના દ્વારા કોઈને મોકલવામાં આવેલા મેસેજમાં કોઈ પણ ફેરફાર કરી શકે. આ એક ઉપયોગી ફીચર છે કેમ કે હવે આખા મેસેજને હટાવવાની જરૂરિયાત નહીં રહે કેમ કે એડિટ બટન તમને એ વાક્ય અથવા શબ્દોને યોગ્ય કરવાની તક આપશે જે મેસેજ મોકલતી વખતે ઠીક ન્હોતા.

વોટસએપે જણાવ્યું કે અમે ઉત્સાહિત છીએ કે હવે લોકોનું પોતાની ચેટ ઉપર વધુ નિયંત્રણ હશે જેમ કે ખોટા સ્પેલિંગને ઠીક કરવા અથવા કોઈ મેસેજમાં વધુ સંદર્ભ જોડી શકાશે. આ માટે મેસેજ મોકલ્યાની 15 મિનિટની અંદર તમારે એ મેસેજને અમુક સમય સુધી ટેપ કરીને હોલ્ડ કરવાનો રહેશે અને પછી મેન્યુમાંથી એડિટના વિકલ્પને પસંદ કરવાનું રહેશે. વોટસએપનું નવું ફિચર લોકોને ખોટો મેસેજ મોકલ્યા બાદ અનુભવાતી શરમથી બચાવશે.

15 મિનિટની સમયમર્યાદા બહુ ઓછી નથી. જો કે તમે લાંબો મેસેજ મોકલો છો અને મેસેજને એડિટ કરવા માટે આટલી સમયસીમા ઓછી લાગી શકે છે. મેટાની માલિકીવાળી કંપનીએ સ્પેટતા કરી છે કે તેણે યુઝર્સ માટે નવું અપડેટ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ તે તમામ યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે નહીં કેમ કે એપનો ઉપયોગ અબજો યુઝર્સ દ્વારા કરવામાં આવે છે એટલા માટે તમામ સુધી પહોંચવામાં થોડો સમય લાગશે.

આ રીતે તમારો મેસેજ એડિટ કરો...
► વોટસએપ ઓપન કરે અને કોઈ પણ ચેટ પર જાવ
► ભૂલથી મોકલેલા મેસેજ ઉપર થોડીવાર પ્રેસ કરો
► હવે તમને એક એડિટ મેસેજનો વિકલ્પ મળશે જેના ઉપર તમને ટેકસ્ટ બદલવા માટે ટેપ કરવાનું રહેશે. બસ આટલું કર્યા બાદ તમારું કામ થઈ જશે.


Related News

Advertisement
Advertisement