નવી દિલ્હી: દેશમાં સતત વધતા જતા ઓનલાઈન ગેમના ક્રેઝમાં હવે આ પ્રકારની ગેમ રમવા માટે જે વેલકમ-બોનસ કે તેવા પ્રોત્સાહનો અપાશે તો તેણે ટીડીએસના લાગશે. જો કે તેમાં એક રાઈડર જોડવામાં આવ્યા છે કે આ પ્રકારના બોનસ કે પ્રોત્સાહન ગેમ રમનારના એકાઉન્ટમાં જે જમા થાય અને તે જો ઉપાડી લેવામાં (વિથડ્રો) આવે તો તેના પર આ પ્રકારે ટીડીએસ લાગશે.
પરંતુ જો આ પ્રકારના વેલકમ બોનસ કે તેવા પ્રોત્સાહનો કે ગેમ રમવા માટે જે કંઈ એડવાન્સ રકમ તેના એકાઉન્ટમાં જમા કરવામાં આવે અને તેનો ઉપયોગ જો ગેમ રમવામાં થાય તો તેના પર ટીડીએસની જોગવાઈ અમલી બનશે નહી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષ દ્વારા આ અંગે એ પણ સ્પષ્ટતા કરવામાં આવી છે
કે જો ગેમ રમનારનું નેટ-વિનીંગ (હાર-જીત બાદ જે આખરી રકમ જીતે તે) તે જો 1 માસમાં રૂા.100 હોય તો તેના પર કોઈ ટીડીએસ વસુલાશે નહી. આ ઉપરાંત કોઈ વ્યક્તિના જીતના એકાઉન્ટમાં ટીડીએસ કાપી શકાય તેટલી રકમ જે તે સમયે ના હોય તો તેમાં પણ ટીડીએસ જોગવાઈ લાગુ થશે નહી. ઓનલાઈન ગેમમાં ટીડીએસ કાપવાની જવાબદારી જે તે ગેમ પોર્ટલની રહેશે જે તેણે સરકારમાં જમા કરાવવાની રહેશે. આ ટીડીએસ જે તે જીતની રકમ જો ઉપાડવામાં આવે તે સમયે અથવા જે તે નાણાકીય વર્ષના અંતે કાપવાનો રહેશે.
જે વેલકમ બોનસ કે અન્ય પ્રોત્સાહનો કોઈને કુપન વૌચર અને કોઈપણ સ્વરૂપમાં હોય તે ટેક્ષેબલ ડીપોઝીટ ગણવામાં આવશે. જો કે કોઈ યુઝર્સ જે તે ગેઈમ પોર્ટલ પર ‘ઉછીના’ નાણા મેળવે અને તે તેના ખાતામાં જમા થાય તો તે ટેક્ષેબલ ગણાશે નહી અને આ પ્રકારના ટીડીએસ ગણતરી સમયે જે તે વેલ્યુએશનમાં જીએસટીને ગણતરીમાં લેવાશે નહી.