બરવાળા તાલુકાનાં 9 ગામમાં એસ.ટી.બસ દોડાવવા ગ્રામજનોની માંગણી : વિદ્યાર્થીઓને અપડાઉનમાં મુશ્કેલી

23 May 2023 01:41 PM
Botad
  • બરવાળા તાલુકાનાં 9 ગામમાં એસ.ટી.બસ દોડાવવા ગ્રામજનોની માંગણી : વિદ્યાર્થીઓને અપડાઉનમાં મુશ્કેલી

4 ગામના લોકોને એસ.ટી. બસમાં બેસવા 2 કિ.મી. ચાલવું પડે છે

બોટાદ, તા.23 : બરવાળા તાલુકામા 24 ગામડાઓ આવેલા છે તેમા મોટા ભાગના ગામડાઓ હાઈવે રોડ ઉપર આવેલા છે જ્યારે હાઈવેથી અંદર આવેલ 50 ટકા ગામડાઓના લોકોએ પોતાના ગામમા આજ સુધી એસ.ટી. બસ જોઈ તેમને બહાર ગામ જવા માટે પ્રાઈવેટ વાહનોનો સહારો લેવો પડે છે ત્યારે સરકાર દ્વારા ગામડાના વિકાસના બણગા ફુકતી રહ્યા છે ત્યારે આ તાલુકાના ગામડા હજી અઢારમી સદીમા ચાલી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામા 24 ગામડાઓ અને 22 ગ્રામ પંચાયતો આવેલી છે તેમાથી 9 ગામના લોકોએ પોતાના ગામમા આજ દિન સુધી એસ.ટી.બસ જોઈ નથી જ્યારે 4 ગામમા દિવસ દરમીયાન માત્ર એક થી બે બસો આવે છે જ્યારે ત્રણ થી ચાર ગામડા ના લોકોને એસ.ટી.બસમા બેસવા માટે હાઈવે રોડ સુધી એક બે કિલોમીટર ચાલીને જવુ પડે છે. બરવાળા તાલુકાના 24 ગામડાઓ માથી 9 ગામો ચાચરીયા, ટીંબલા, અંકેવાળીયા, રામપરા, કાપડીયાળી, ઢાઢોદર, રેફડા, શાહપુર અને વાઢેળા આ ગામના લોકોએ આજ સુધી તેમના ગામોમા એસ.ટી. બસ આવતી જોઈ નથી આ ગામડાની વસ્તી એક ગામમા 7000 થી લઈને 10000 જેટલી છે

આટલી મોટી વસ્તી હોવા છતા આ ગામડાઓમા દિવસમા એક પણ બસ આવતી ન હોવાથી લોકોને પ્રાઈવેટ વાહનોમા મોસાફરી કરવી પડે છે. બરવાળા તાલુકાના જુના નાવડા ગામ કે જેની વસ્તી દશ હજારની છે તેની બાજુમા આવેલ નવા નાવડા અને ખમીદાણા ગામ આ બન્ને ગામની વસ્તી અનુક્રમે 2000 થી 3000 ની છે આ ત્રણેય ગામ બરવાળાથી 7 કિ.મીના અંતરે આવેલા છે અને એકજ રૂટ ઉપર ત્રણેય ગામ હોવા છતા આ ગામમા દેવસ દરમીયાન માત્ર સવારે અને સાંજે એક જ બસ આવે છે

ત્યારે દિવસ દરમીયાન આ ગામડાના લોકોને બહાર ગામ જવા માટે પ્રાઈવેટ વાહનોનો સહારો લેવો પડે છે આ તાલુકાના ભીમનાથ, ખાંભડા, ટીંબણ અને વહીયા ગામ હાઈવે રોડથી એક બે કિલોમીટર અંદર આવેલા ગામ છે આ ગામડાના લોકોને બહાર ગામ જવા માટે કે વિદ્યાર્થીઓને ભયાસ માટે જવુ હોય તો હાઈવે રોડ સુધી એક બે કિલોમીટર ફરજીયાત ચાલીને જવુ પડે છે આ ગામડાઓમા ગામની અંદર બસ ક્યારેય આવી નથી. બરવાળા તાલુકાનુ 5000 થી વધુ વસ્તી ધરાવતુ કાપડીયાળી ગામ છે આ ગામમા એસ.ટી.ની એક પણ બસ આવતી નથી તો ગામના લોકોને બહાર ગામ જવુ હોય તો ફરજીયાત પ્રાઈવેટ વાહનોમાં જવુ પડે છે.અમારા ગામની વસ્તી 3000 ની છે અને બાજુમા આવેલ ચાચરીયા ગામની 2000ની છે

અમારા ગામમા એસ.ટી.બસ ચાલુ કરવા માટે બરવાળા એસ.ટી.ડેપોને લેખીત રજુઆત કરવામા આવી હતી અને ડેપોમેનેજરે અમારા ગામની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે એવુ કહેલ કે રેફડાથી સેથળી રોડ ઉપર એસ.ટી.બસ ચાલી શકે તેમ નથી એટલે ચાલુ નહી થાય પરંતુ આ રોડ ઉપર દરરોજ ચાર સ્કુલ બસો આવે છે એ ચાલુ છે એને કાઈ નથી નડતુ જ્યારે તેમને બીજો રસ્તો વાયા સાળંગપુર થી રેફડા રોડ ઉપર બસ ચલાવવામા આવે તો ચાચરીયા ગામને પણ એસ.ટી.નો લાભ મળી શકે તેમ છે આટલી રજુઆતો કરવા છતા આજ દિન સુધી એસ.ટી. બસ શરૂ કરવામા આવી નથી જ્યારે સ્કુલ બસો દરરોજ નિયમીત આવે છે તો એસ.ટી. બસ કેમ નથી ચાલતી માટે વહેલી તકે એસ.ટી. બસ ચાલુ થાય એવી અમારી માંગ છે.


Advertisement
Advertisement