અદાણી ગ્રુપના શેરોમાં સતત ત્રીજા દિવસે ઉછાળો: 6 માં સર્કીંટ: સોના-ચાંદી તૂટયા

23 May 2023 04:17 PM
Business
  • અદાણી ગ્રુપના શેરોમાં સતત ત્રીજા દિવસે ઉછાળો: 6 માં સર્કીંટ: સોના-ચાંદી તૂટયા

સેન્સેકસ ઉંચા મથાળેથી પાછો પડયો: મામુલી સુધારો

રાજકોટ તા.23 : મુંબઈ શેરબજાર ગ્રીન ઝોનમાં રહેવા સાથે સતત ત્રીજા દિવસે અદાણી ગ્રુપનાં શેરોમાં વધુ ઉછાળો હતો. સ્ક્રીપોમાં 5 થી 10 ટકાની તેજીની સર્કીટ હતી.જયારે અન્ય ચાર અર્ધાથી 14 ટકા ઊંચકાયા હતા. હિંડનબર્ગ રીપોર્ટ મામલે નિષ્ણાંત કમીટી દ્વારા અદાણી ગ્રુપને કલીનચીટ આપવામાં આવી હોવાથી સતત ત્રીજા દિવસે ઉછાળો હતો.

આ સિવાય વિદેશી નાણા સંસ્થાઓની સતત લેવાલીથી અન્ય હેવીવેઈટ શેરોમાં પણ કરંટ હતો. અદાણી ગ્રુપના શેરો પૈકી અદાણી વિલ્મરમાં પણ 10 ટકા, ટોટલ ગેસ , ગ્રીન પાવર,ટ્રાન્સમીશન તથા એનડીટીવીમાં 5-5 ટકાની તેજીની સર્કીટ હતી. અદાણી એન્ટરપ્રાઈઝ 14 ટકા ઉછળ્યો હતો.અદાણી પોર્ટ, એસીસી તથા અંબુજા સીમેન્ટ પણ મજબુત હતા. આ સિવાય કોટક બેંક, લાર્સન, નેસલે, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, એશીયન પેઈન્ટસ, ડીવીઝ લેબ, આઈશર મોટર્સ જેવા શેરો ઉંચકાયા હતા.

ઈન્ફોસીસ મારૂતી ટેક, મહીન્દ્ર ટાઈટન, અલ્ટ્રાટેક સીમેન્ટ, ગ્રાસીમમાં સુધારો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેકસ ઉંચામાં 62245 થયા બાદ પાછો પડયો હતો. નીચામાં 61971 થઈને કુલ 23 પોઈન્ટનાં સુધારાથી 61987 હતો.નીફટી પોઈન્ટનાં સુધારાથી 18342 હતો તે ઉંચામાં 18419 તથા નીચામાં 189338 હતો. બીજી તરફ સોના-ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટાડો સુચવતા હતા. રાજકોટમાં હાજર સોનુ 500 રૂપિયા ઘટીને 62300 હતુ ચાંદી 1400 ના ગાબડાથી 73100 હતી.


Related News

Advertisement
Advertisement