રાજકોટ,તા.23 : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર નિમિત્તે તા.21-05-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ. કષ્ટભંજનદેવ દાદાને કેરીનો અન્નકૂટ ધરાવવામાં આવેલ. જેના દર્શન- આરતીનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.