જેઠ સુદ સાતમ ગુરૂવારે તા.25-5 ગુરૂ પુષ્યામૃત યોગ સવારના 6.0પથી સાંજના પ.પર સુધી છે. ગુરૂપુષ્પા મૃત યોગના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી જમીન મકાન વાહનની ખરીદી કરવી મકાનનો દસ્તાવેજ કરવો પૂજાના સામગ્રીની ખરીદી કરવી જીવન જરૂરી વસ્તુઓની ખરીદી કરવી શ્રીયંત્રની ખરીદી કરવી નવા વ્યાપારની શરૂઆત કરવી આ બધુ આજીવન ઉત્તમ ફળ આપનાર બને છે.
પુષ્પ નક્ષત્રમાં વૃધ્ધિનો ગુણ હોવાથી કોઇપણ સારા કાર્ય કે સારી બાબત અને પૂજા ઉપાસનામાં તથા શુભ ખરીદીમાં ઉત્તમ ફળ આપનાર બને છે. તેમાં પણ ગુરૂવાર અને પુષ્ય નક્ષત્ર અને રવિવાર અને પુષ્ય નક્ષત્ર આવે તો આ દિવસે ગુરૂ પુષ્યામૃત યોગ અને રવિપુષ્યામૃત યોગનો ઉત્તમ દિવસ બને છે અને આ દિવસ દરેક શુભ બાબતોમાં શુભ ફળ આપનાર છે.
આ દિવસે ખાસ કરીને પોતાના ઇષ્ટદેવ કુળદેવીની પૂજા કરવી જપ કરવા ઉપાસના કરવી પણ શુભ ફળદાઇ છે તે ઉપરાંત આ દિવસે ગુરૂ મંત્રના જાપ કરવા શ્રી સૂકતના પાઠ કરવા શ્રી યંત્ર ઉપર સાકરવાળા દૂધથી શ્રી સુકત બોલતા બોલતા અભિષેક કરવો સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થશે તથા મંત્ર સિધ્ધિ માટે આ ઉત્તમ દિવસ ગણાય છે. આ દિવસે નાના બાળકોને બુધ્ધિ બળ વધે તે માટે ઔષધીનું પ્રાસન એટલે કે સુવર્ણ પ્રાસન કરાવવામાં આવે છે તે પણ ઉત્તમ છે.
- શાસ્ત્રી રાજદીપ જોશી (વેદાંત રત્ન)
ચોઘડીયા પ્રમાણે શુભ સમયની યાદી
સવારે શુભ 6.05 થી 7.45
બપોરે ચલ 11.04 થી 12.44
બપોરે લાભ 12.44 થી 2.ર4
બપોરે અમૃત 1.ર4 થી 4.03
બપોરે અભિજીત મુહૂર્ત 12.17 થી 1.10