પીએમ પદ માટે મોદી હોટ ફેવરીટ: બીજા ક્રમે રાહુલ ગાંધી ! ત્રીજા ક્રમે અરવિંદ કેજરીવાલ!

24 May 2023 11:18 AM
India Politics
  • પીએમ પદ માટે મોદી હોટ ફેવરીટ: બીજા ક્રમે રાહુલ ગાંધી ! ત્રીજા ક્રમે અરવિંદ કેજરીવાલ!

19 રાજયોમાં કરાયેલા સર્વેના રસપ્રદ તારણો : ભારત જોડો યાત્રા રાહુલને ફળી: 15 ટકા લોકો કહે છે રાહુલ ગાંધીને લોકો પસંદ કરવા લાગ્યા છે: પીએમ પદ માટે નીતીશકુમાર માત્ર 1 ટકાની પસંદ, 5 ટકા લોકો ઈચ્છે છે મમતા બેનર્જી વડાપ્રધાન બને

નવી દિલ્હી તા.24 : લોકસભાની ચૂંટણી 2024માં થનાર છે પરંતુ આગામી પીએમ તરીકે હજુ પણ મોદી જ હોટ ફેવરીટ છે તો રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા ફળી હોય તેમ મોદી પછી વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધી લોકોની પસંદ છે. 19 રાજયોમાં કરવામાં આવેલા સર્વે અનુસાર 43 ટકા લોકોનું કહેવું છે કે પીએમ પદ માટે મોદી પહેલી પસંદ છે

જયારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પક્ષમાં 27 ટકા ઉતરતા છે. મતલબ પીએમ પદ માટે તેઓ બીજા ક્રમે લોકોની પસંદ છે. આ રેસમાં વિપક્ષી એકતાની કવાયતમાં જોડાયેલા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને માત્ર 1 ટકો જ મત મળ્યો છે! લોકનીતિ-સેન્ટા ફોર ધી સ્ટડી ઓફ ડેવલપીંગ સોસાયટીઝ (સીએસડીએસ) અને એનડીટીવી દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ જવાબ દેનારાઓમાં 43 ટકા લોકોનું કહેવું છે કે ભાજપ પ્રેરીત નેશનલ ડેમોક્રેટીક એલાયન્સ અર્થાત એનડીએને ત્રીજીવાર ચુંટવો જોઈએ.

જયારે 38 ટકા લોકો તેની વિરુદ્ધ છે. જો આજે ચૂંટણી થાય તો આ સર્વે મુજબ 40 ટકા ઉતરદાતા ભાજપને વોટ આપવા તૈયાર છે જયારે આ મામલે કોંગ્રેસનો આંકડો 29 ટકા છે. પીએમના સવાલ પર વર્તમાન વડાપ્રધાન મોદી 43 ટકા લોકોની પસંદ છે. જયારે રાહુલ ગાંધી 27 ટકા, અરવિંદ કેજરીવાલ 11 ટકા, અખિલેશ યાદવ 5 ટકા, મમતા બેનર્જી 4 ટકા અને નીતીશકુમાર 1 ટકો લોકોની પસંદ છે. ભારત જોડો યાત્રા બાદ રાહુલની લોકપ્રિયતા વધી હોવાનું 15 ટકા લોકોનું કહેવું છે.


Related News

Advertisement
Advertisement