કર્ણાટકમાં કોંગ્રેસના વિજય માટે અગાઉની ભાજપ સરકારનો ભ્રષ્ટાચારનો મુદ્દો કામ કરી ગયો હતો અને તેમાં મુખ્યમંત્રી બોમ્મઇને PAYCM તરીકે ચિતરીને 40 ટકા કમીશન સરકાર તરીકે પણ પ્રચાર કરીને કોંગ્રેસે ભાજપને મ્હાત આપી હતી હવે આ પોસ્ટર કૈપેન મધ્યપ્રદેશમાં પહોંચી ગયું છે જયાં વર્ષના અંતે ચૂંટણી છે.
કોંગ્રેસ પક્ષે હવે અહીં 396 પોઇન્ટની એક બુકલેટ તૈયાર કરી રહી છે જે મધ્યપ્રદેશમાં ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે જેમાં છેલ્લા 4 ટર્મથી શિવરાજસિંહ ચૌહાણના ભ્રષ્ટાચારની વાતો હશે એટલું જ નહીં કર્ણાટકમાં ડે.સીએમ ડી.કે.શિવકુમાર ઉપરાંત હરિયાણા દિપેન્દ્ર હુડા પણ કર્ણાટકમાં પ્રચાર સંભાળશે.
જેમાં મધ્યપ્રદેશ સરકારે જે રીતે ટેક હોમ રેશન કાર્યક્રમ કર્યો હતો અને બંધ કરી દીધો તેમાં 110 કરોડના ભ્રષ્ટાચાર અને જે ટ્રકથી આ અનાજથી હેરાફેરી થઇ તે બાઇકના નંબર હતા તે તમામ પુરાવાઓ ભેગા કરીને તે ઉછાળવાની તૈયારી કરી છે. આમ હવે કર્ણાટક વિજય બાદ કોંગ્રેસ જબરા જોરમાં આવી ગઇ છે અને શિવરાજ સરકારને કોઇપણ ભોગે તે સત્તામાંથી દુર કરવા માંગે છે.