રાજકોટ:તા 24 : વિશ્વભરમાં વસતા 5 કરોડથી પણ વધુ વૈષ્ણવોને સંગઠિત કરવાના શુભાશય સાથે ધર્મ સેવા સાથે માવ સેવ, સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા અર્થે સતત અગ્રેસર સંસ્થા વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન (VYO) ના સંસ્થાપક અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલના સર્વધ્યાક્ષ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારએ આજે ઓસ્ટ્રેલિયા અર્થે પ્રયાણ કર્યું હતું.
તા.19 મે થી 5 જૂન,2023 દરમ્યાન ઑસ્ટ્રેલિયાના Melbourne, સિડની તથા Adelaide ખાતે પૂજ્ય વ્રજરાજકુમારજીના સાનિદયમા VYO ઑસ્ટ્રેલિયાના તત્વાવધાનમાં વિવિધ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક આયોજનોમાં પૂજ્ય મહારાજ સંમલિત થશે અને ઑસ્ટ્રેલિયાના હજારો ભાવિકજનોને પોતાના દિવ્ય સાનિધ્ય અને મંગલ આશીર્વચનોથી કૃતાર્થ કરશે.
ત્યારે VYO સિડનીના તત્વાવધાનમાં વચનામૃતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા. VYO એજ્યુકેશન કોર્સ સિડનીના 70 થી પણ વધુ બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. સિડનીમાં WO એજ્યુકેશન કોર્સ દ્વારા 70 થી પણ વધુ બાળકો ધર્મ તથા સંસ્કૃતિનું જ્ઞાન મેળવી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં મેલબોર્ન તથા અડેલેઇડમાં પણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય વ્રજરાજકુમારજીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.