સુરત તા.24
કહેવાય છે કે ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ આ ઉકતી સુરતના પોલીસ હેડ કોન્સ્ટેબલ અને પીસીઆર વાનમાં ડ્રાઈવીંગ કરતા રમેશભાઈ પરમારના પુત્ર મયુરે સાબીત કરી બતાવી છે. મયુર પરમારે યુનીયન પબ્લીક સર્વિસ કમિશન (યુપીએસસી) 2022ની મેઈન્સની પરીક્ષા પાસ કરી છે. ગુજરાતમાં 16 ઉમેદવારો સફળ થયા છે. તેમાં સુરતનો મયુર પરમાર ઝળકયો છે.
મયુરનો 823મો રેન્ક આવ્યો છે. પુત્રને યુપીએસસી ફ્રેંક કરતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. આ તકે પિતા રમેશભાઈ જણાવે છે. હવે હું સાહેબ તરીકે મારા પુત્રને સેલ્યુટ કરીશ. આનાથી મોટી ગર્વની વાત બીજી કોઈ નથી. એન્જીનીયરીંગમાં ગ્રેજયુએશન કર્યા બાદ મયુરે સિવિલ એન્જીનીયર તરીકે 3 મહિના કોન્ટ્રાકટ પર કામ કર્યુ. છેલ્લા ચાર વર્ષથી પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો હતો.