જસદણ યાર્ડનાં સેક્રેટરીને ગેરબંધારણીય રીતે નિવૃત કર્યાનો આક્ષેપ: કોર્ટમાં ન્યાય માંગશે

24 May 2023 12:59 PM
Jasdan
  • જસદણ યાર્ડનાં સેક્રેટરીને ગેરબંધારણીય રીતે નિવૃત કર્યાનો આક્ષેપ: કોર્ટમાં ન્યાય માંગશે

ફરજમાં હજુ બે વર્ષ બાકી છતાં અંગત રાગદ્વેષ રાખી નિયમ વિરૂદ્ધ નિવૃત કરી દેવાતા ચકચાર

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ,તા.24 : જસદણ માર્કેટિંગ યાર્ડ સમિતિએ સેક્રેટરી બળવંતભાઈ ચોહલીયાને ગેરબંધારણીય રીતે અંગત રાગ દ્રેષ રાખી નિવૃત કર્યાનો આક્ષેપ: નોકરીના બે ,જ વર્ષ બાકી હતા પરંતુ ખટપટીયા દંભી અને વિઘ્ન સંતોષી અમુક નેતાઓએ અંગત દ્વેષ રાખી રોટલો છીનવ્યો હોવાનો ખેડુતો તથા લોકોમા ચર્ચા સાથે ગણગણાટ છે જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા સેક્રેટરી તરીકે ફરજ બજાવતા બળવંતભાઈ ચોહલીયાને અંગત ખટરાગ રાખી વિઘ્ન સંતોષી દ્વારા ધરાર નિવૃત્ત કરવામાં આવ્યા છે ત્યારે બળવંતભાઈ ચોહલીયાને આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે હું તા ,15 એપ્રિલ સુધી રજા ઉપર હતો અને 16 એપ્રિલે હાજર થતાં જ મને બજાર કમિટીએ સર્વે સમિતિથી ઠરાવ કરી અને ગેર બંધારણીય વિઘ્ન સંતોષવા અંગત રાગ દ્વેષ રાખી ઘમંડ સંતોષવા મને ધરાર નિવૃત્ત નિવૃત્ત કરવામાં આવ્યો છે. જે નિયમની વિરુદ્ધ છે. જ્યારે બજાર સમિતિમાં સેક્રેટરીની નિમણૂક કરવાની હોય

ત્યારે નિયામકની મંજૂરી લેવતી હોય છે અને જ્યારે છુટા કરવાના હોય ત્યારે પણ નિયામકની મંજૂરી લેવાની હોય. અને મને અમુક ખટપટિયાઓએ દંભ રાખી યાર્ડ કમિટીએ કોઈ સાંભળવાની તક આપ્યા વગર મને નિવૃત્ત જાહેર કરી મૂકવામાં આવ્યો છે. જ્યારે હાલ હજુ મારે બે વર્ષનો કાર્યકાળ બાકી હોય ત્યારે મને કોઈ પણ જાતની જાણ કર્યા વગર મને નિવૃત્ત કરવામાં આવ્યો છે વધુમા આ બાબતે બળવંતભાઈ ચોહાલીયાએ જણાવેલ કે નામદાર ન્યાય કોર્ટમાં મારી એપ્લિકેશન આપીશ, અને હું આ બાબતે નામદાર કોર્ટનો આશરો લઈશ અંગત ખટરાગ ખટપટ અને દંભ રાખી મારા રોટલા ઉપર પાટુ માર્યું છે તેને ઉપરવાળો ક્યારેય માફ નહીં કરે તેમ અંતમાં સેક્રેટરી બળવંતભાઈ ઍ જણાવ્યું હતું અમુક દંભી ખટપટીયા અને વિઘ્ન સંતોષી નેતાઓએ અંગત લાભ માટે અંગત દ્વેશને કારણે રોટલો છીનવ્યો હોવાની ખેડૂતો તેમજ લોકોમાં ભારે ગણગણાટ સાથે ચર્ચા થઈ રહી છે

આ પ્રશ્ને જસદણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અરવિંદભાઈ તોગડિયાને આ બાબતે ટેલીફોનીક વાત કરતા જણાવેલ કે 30 વર્ષની કોસ્તંટ નોકરી કે નિયમમાં હોય છે, અને આ સેવા નિયમ મુજબ અર્થઘટન છે. અને આ એ.પી.એમ.સી ના સર્વાનુમતે બોર્ડ દ્વારા નિર્ણય લેવાયો છે,બજાર સમિતિ દ્વારા 30 વર્ષ ની નોકરી અથવા તો 58 વર્ષ બંને વહેલા હોય ત્યારે નિવૃત કરવાના હોય છે. સેક્રેટરીની નિમણુંક વખતે નિયામક ની મંજૂરી લેવાની હોય પણ નિવૃતી દરમિયાન કોઈ મંજૂરી લેવાની હોતી નથી. અને સેક્રેટરીના 30 વર્ષ એપ્રિલ મહિનામાં પૂરા થતાં સમિતિ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો અને નિવૃત તરીકે જાહેર કર્યા છે. તો હવે આગળ એ જોવાનું રહ્યું કે આગળ એ પી એમ સી ને નવા સેક્રેટરી મળશે કે પછી ચેરમેનો ગુસ્સો શાંત થયા પછીનિવૃત સેક્રેટરીને પાછા લઈ 58 વર્ષનો કાર્યકાળ પૂરો કરશે ? કે પછી નિવૃત સેક્રેટરી આ બાબતે કોર્ટના દરવાજા ખડખડાવશે તે આવનારો સમય બતાવછે.


Advertisement
Advertisement