નવી દિલ્હી તા.24 : વજન ઘટાડવાનો દાવો કરનારા બધા લોકો આહાર દિવસભરની જરૂરિયાતના હિસાબે ઓછી કેલેરીવાળો ખાવાની સલાહ આપે છે, પરંતુ એવો કોઈપણ આહાર સર્વોતમ નથી. ‘સાયન્ટીફીક અમેરિકન’માં પ્રકાશિત એક લેખમાં દાવો કરાયો છે કે માત્ર કેલેરીના ભરોસે રહેવું સાચો રસ્તો નથી. શરીર આપણા દૈનિક કાર્યોને કરવા માટે ભોજનમાંથી મળેલી ઉર્જાનો ઉપયોગ કરે છે. આ ઉર્જાને કેલેરી કે કિલો કેલરીના રૂપમાં માપવામાં આવે છે.
આપના શરીરને કેટલી કેલેરીની જરૂરત: ધારણા છે કે પુરુષને દરરોજ 2400 કિલો કેલેરી જયારે મહિલાઓને લગભગ બે હજાર કેલેરીની જરૂર પડે છે. આ સંખ્યા એક ગાણીતીક સૂત્રમાંથી લેવાઈ છે. તેમાં સૌથી સામાન્ય હેરિસ બેનેડિકટ સમીકરણ છે. જે વય, વજન અને ઉંચાઈના આધારે ગણના કરે છે. તેમાં નીંદર, વ્યાયામ જેવા તત્વો ગાયબ છે.
સમય ફાઉન્ડેશન અનુસાર એક રાતની નીંદ પછીના દિવસે આપના કેલેરી બર્નને 20 ટકા સુધી ઘટાડી શકે છે. વ્યાયામ પણ આપણી ઉર્જાને ઘટાડે છે. એટલે જયારે આપણે જીમમાં ઓછી કેલેરી બાળીએ તો કેલેરી બર્નમાં કમી આવી શકે છે. શું છે રસ્તો? સૌથી પહેલા ભૂખ અને તૃપ્તીના સંકેતો જાણવાના છે. શરીર કયારે બતાવે છે કે તે સંતુષ્ટ અકે ભૂખ્યું છે, તેના અનુસાર ભોજન કરો. સંતોષ થાય ત્યાં સુધી ખાઓ ખાદ્ય પદાર્થોમાં દર્શાવેલી કેલેરી નંબર પર નિર્ભર ન રહો, કારણ કે બિલકુલ ખોટા હોય છે.