કાન્સમાં ઉર્વશીએ નકલી નહી, 274 કરોડ રૂપિયાનો અસલી ક્રોકેડાઈલ નેકલેસ પહેરેલો

24 May 2023 04:37 PM
Entertainment
  • કાન્સમાં ઉર્વશીએ નકલી નહી, 274 કરોડ રૂપિયાનો અસલી ક્રોકેડાઈલ નેકલેસ પહેરેલો

મુંબઈ,તા.24 : ઉર્વશી રાઉતેલાએ કાન્સ ફેસ્ટિવલમાં 16મેના રોજ રેડ કાર્પેટ વોક કર્યું હતું, પિન્ક ગાઉન સાથે ઉર્વશીએ ક્રોકોડાઈલ નેકલેસ પહેર્યો હતો. ઉર્વશીના આ નેકલેસે નેટિઝન્સનું ધ્યાન ખેંચ્યુ હતું. બાદમાં એક જવેલરી એકસપર્ટે દાવો કર્યો હતો. કે, ઉર્વશીએ ક્રોકોડાઈલનો બનાવટી નેકલેસ પહેર્યો હતો.નેકલેસ હકીકતમાં કોની પાસે બનાવડાવ્યો તેની માહિતી જાહેર કરવા પડકાર ફેંકયો હતો.આ મામલે ઉર્વશીની ટીમે સ્પષ્ટતા કરી છે.

કે ઉર્વશીએ કાન્સમાં રૂ।.276 કરોડનો નેકલેસ પહેર્યો હતો અને આ નેકલેસ પ્રતિષ્ઠિત જવેલરી કંપનીએ બનાવ્યો હતો. ઉવશીએ અન્ય ઈન્ડિયન સ્ટાર્સની સાથે કાન્સના પહેલા દિવસે રેડ કાર્પેટ વોક કર્યું હતું. તેના આ નેકલેસને જોઈ કેટલીક મીમ્સ પણ બની હતી અરુંધતી ડે-શેઠ નામના જવેલરી એકસપર્ટે દાવો કર્યો હતો. કે ઉર્વર્શીએ બનાવટી નેકલેસ પહેર્યો હતો.

ઈન્સ્ટ્રાગ્રામ સ્ટોરીમાં તેમણે ઉર્વશીનો વિડીયો પોસ્ટ કર્યો હતો. સાથે જણાવ્યું હતું, કે ઉર્વશીનો આ લૂક ઘણો વિચિત્ર છે જો કે આ અંગત લાગણી છે તેને બાજુ પર રાખીએ તો પણ, ઉર્વશીએ ખરેખર કાર્ટિર મારિયા ફેલિકસનો ઓરિજિનલ ક્રોકોડાઈલ નેકલેસ પહેર્યો છે ખરો?આ બંને સવાલની સ્પષ્ટતા જરૂરી છે ઉર્વશીએ ક્રોકોડાઈલની નકલ પહેરી હોવાનો તેમનો દાવો હતો.જેને નકારી કાઢતા ઉર્વશીની ટીમ સ્પષ્ટતા કરી હતી. કે ઉર્વશીએ ઓરિજિનલ ક્રોકોડાઈ નેકલેસ પહેર્યો હતો.તેની કિંમત રૂ।.200 કરોડથી વધીને રૂ।.276 કરોડ થઈ છે.


Related News

Advertisement
Advertisement