બકરાનું બલિદાન આપી જૂનિયર એનટીઆરનો બર્થ ડે ઉજવતા 9 ફેન્સની ધરપકડ

24 May 2023 04:40 PM
Entertainment
  • બકરાનું બલિદાન આપી જૂનિયર એનટીઆરનો બર્થ ડે ઉજવતા 9 ફેન્સની ધરપકડ

‘આરઆરઆર’ ફેમ જૂનિયર એનટીઆરના ફેન્સનું પાગલપન : અન્ય કિસ્સામાં ફેન્સે થિયેટરની બહાર જન્મદિને આતશબાજી કરતા આગ લાગતા અફડાતફડી મચી

મુંબઈ તા.24 : ‘આરઆરઆર’ ફેમ સાઉથના હીરો જૂનિયર એનટીઆરએ તાજેતરમાં તેનો 40મો જન્મ દિવસ ઉજવ્યો હતો પરંતુ જૂનિયર એનટીઆરના કેટલાક ફેન્સે પોતાના માનીતા હીરોનો બર્થ ડે ઉજવવામાં બે બકરીનો બલિ ચડાવી દેતા તેમની ધરપકડ કરવામાં આવી છે.

કેટલાક ફેન્સે તો ઉત્સાહના અતિરેકમાં સિનેમા હોલ બહાર ફટાકડા ફોડતા અને તેને પગલે આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આ અંગેની વિગત એવી છે કે આંધ્રપ્રદેશના મછલીપટ્ટમ ખાતે થિયેટર હોલ પાસે જૂનિયર એનટીઆરના ભાન ભૂલેલા ફેન્સે બે બકરાની બલિ ચડાવી આ બકરાનું લોહી જૂનિયર એનટીઆરના બેનર પર છાંટયું હતું. ફેન્સે બકરાનું શબ અને ધારદાર ઘટના સ્થળે મૂકીને પલાયન થઈ ગયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી.

પોલીસે આ બારામાં જૂનિયર એનટીઆરના 9 ફેન્સની ધરપકડ કરી હતી. જૂનિયર એનટીઆરના ફેન્સે અન્ય કિસ્સામાં પણ ફેવરીટ હીરોનો બર્થ ડે ઉજવવામાં પાગલપન આચર્યું હતું. વિજયવાડામાં થિયેટરની બહાર આતશબાજી કરી હતી, જેના કારણે આગ લાગતા અફડાતફડી મચી હતી. કેટલીક સીટને નુકશાન થયું હતું.


Related News

Advertisement
Advertisement