મુંબઈ: મહાઠગ સુકેશ ચંદ્રશેખર અને અન્ય સાથેના 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રીંગ કેસમાં ફસાયેલી બોલીવુડની હિરોઈન જેકલીન ફર્નાન્ડીઝને દિલ્હી કોર્ટે શુટીંગ માટે વિદેશ જવાની મંજુરી આપી છે. કોર્ટે જેકલીનને 25થી27 મે દરમિયાન દુબઈ ખાતે યોજાનાર ઈન્ટરનેશનલ ઈન્ડીયન ફિલ્મ ફેસ્ટીવલ (આઈઆઈએફએફ)માં હાજરી આપવા માટે
તેમજ 28 મેથી 12 જૂન સુધી ઈટાલીના પ્રવાસે શુટીંગ માટે જવાની મંજુરી આપી છે. જેકલીને વિદેશ પ્રવાસ માટે મંજુરી માટે મંગળવારે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી ફાઈલ કરી હતી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 27-30 દરમિયાન દુબઈમાં કોન્ફરન્સમાં હાજરી આપવા કોર્ટે મંજુરી આપી હતી. અગાઉ પણ ગત વર્ષે મે માં દિલ્હી હાઈકોર્ટે એકટ્રેસને અબુધાબી જવા મંજુરી આપી હતી. 15મી નવેમ્બરે ફર્નાન્ડીઝને કેસમાંથી જામીન મળ્યા હતા.