મુંબઈ તા.24 : કરણ જોહરે બોલિવુડમાં 25 વર્ષ પૂરા કર્યા છે. આ 25 વર્ષમાં અનેક હિટ મ્યુઝિકલ ફિલ્મો આપીને કરણ જોહણે બોલિવુડમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે. તેમની ફિલ્મો પ્રેમ, દોસ્તી જેવા સબંધોને લઈને ખાસ છાપ ધરાવતી હોય છે. મંગળવારે કરણ જોહરના ધર્મા પ્રોડકશને ઈન્સ્ટાગ્રામ પર રોચક તસવીર શેર કરી હતી.
આ તસવીરમાં નિર્દેશકની ખાલી ખુરશી નજરે પડી હતી. સાથે સાથે તેમાં એક કેપ્શન પણ લખ્યું હતું- આ ખુરશી પર 7 વર્ષ બાદ કોઈ બેસશે. આ કેપ્શન પરથી દર્શક નવી જાહેરાતની અપેક્ષા રાખી રહ્યા છે. બુધવારે એક નવા વીડિયોમાં કરણ જોહર કહે છે- મારી સફરના 25 વર્ષમાં આપ લોકોના પ્રેમે એક નવી પ્રેમ કહાનીનો જન્મ આપ્યો છે.
એક એવી કથા જે પ્રેમની સુંદરતા અને ભવ્યતાનો ઉત્સવ ઉજવે છે. આ એક એવી ફિલ્મ છે, જેને આપની સમક્ષ શેર કરવા હું લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છું. હવે તેનો અંત આવે છે મળીએ છીએ. સિનેમા હોલમાં જયાં આપણે પરિવાર અને પ્રેમનો ઉત્સવ ઉજવીએ છીએ.