મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટેક મહિન્દ્રા તેમજ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષો સાથે સૌજન્ય મુલાકાત

24 May 2023 10:36 PM
Ahmedabad Business Government Gujarat Technology
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટેક મહિન્દ્રા તેમજ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષો સાથે સૌજન્ય મુલાકાત
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટેક મહિન્દ્રા તેમજ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષો સાથે સૌજન્ય મુલાકાત
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટેક મહિન્દ્રા તેમજ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષો સાથે સૌજન્ય મુલાકાત
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટેક મહિન્દ્રા તેમજ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષો સાથે સૌજન્ય મુલાકાત
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટેક મહિન્દ્રા તેમજ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષો સાથે સૌજન્ય મુલાકાત

ટેક મહિન્દ્રાએ અમેરિકન મલ્ટિનેશનલ કંપની ફ્લૂર કોર્પોરેશનના સહયોગથી અમદાવાદમાં 'સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ડીજીટલાઇઝેશન' કેન્દ્ર શરૂ કર્યું

ગાંધીનગર:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌજન્ય મુલાકાત ટેક મહિન્દ્રાના અધ્યક્ષ સી. પી. ગુરનાની તેમ જ ફ્લૂર કોર્પોરેશનના અધ્યક્ષ ડેવિડ ઈ. કોન્સ્ટેબલે ગાંધીનગર ખાતે લીધી હતી.

આ મુલાકાત દરમિયાન બંને કંપનીના અધ્યક્ષોએ રાજ્ય સરકારની ગુજરાત IT/ITeS પોલિસી (૨૦૨૨-૨૭)ની પ્રશંસા કરી હતી. આ પોલિસી અંતર્ગત બંને કંપનીઓએ રાજ્ય સરકાર સાથે કરેલા એમ.ઓ.યુ. અને તે મુજબની કામગીરીનો ચિતાર મુખ્યમંત્રીને આપ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ગુજરાત IT/ITeS પોલિસી ૨૦૨૨-૨૭ની સફળતાને પરિણામે ટેક મહિન્દ્રા કંપનીએ અમેરિકન મલ્ટીનેશનલ કંપની ફ્લૂર કોર્પોરેશનના સહયોગથી અમદાવાદમાં 'સેન્ટર ઓફ એક્સલન્સ ઓન ડીજીટલાઇઝેશન' ૨૩ મે ૨૦૨૩ના રોજ શરૂ કર્યું છે. મુખ્યમંત્રીએ બંને કંપનીની કાર્યરીતિની પ્રશંસા કરતા કહ્યું કે, રાજ્ય સરકાર અને ટેક મહિન્દ્રા વચ્ચે એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર થયાના ૬ મહિનાની અંદર જ આ સેન્ટર ઓફ એક્સેલન્સ શરૂ કરવામાં આવ્યું છે, તે બંને કંપનીની ગુજરાતના આઈટી સેક્ટરમાં વિશેષ યોગદાન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

મુખ્યમંત્રીએ કંપની અધ્યક્ષોને જણાવ્યું કે, રાજ્ય સરકાર બંને કંપનીઓને IT/ITeS પોલિસી અંતર્ગત જરૂરી તમામ સહકાર આગળ પણ પૂરો પાડશે. ટેક મહિન્દ્રાના એમડી અને સીઇઓ સી. પી. ગુરનાનીએ જણાવ્યું હતું કે, રાજ્યની નવી આઇટી પોલિસી પાથ બ્રેકિંગ છે. દેશ-વિદેશની અગ્રણી IT કંપનીઓ ગુજરાતમાં તેમની કામગીરી શરૂ કરવા માગે છે. ફ્લુર કોર્પોરેશનના ચેરમેન અને સીઇઓ ડેવિડ ઇ કોન્સ્ટેબલે જણાવ્યું કે, સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના માટે ગુજરાત રાજ્ય તરફથી સંપૂર્ણ સહયોગ મળેલ છે. નવી આઇટી પોલિસીએ આઇટી ઉદ્યોગજગતમાં વ્યાપક આકર્ષણ ઊભું કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, IT/ ITeS નીતિને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે; આ પોલિસી અંતર્ગત અત્યાર સુધીમાં ૨૯૦૦૦ નવી નોકરીઓ પૂરી પાડવા માટે વિવિધ કંપનીઓએ રાજ્ય સરકાર સાથે ૧૭ જેટલા MoUs પર હસ્તાક્ષર કર્યા છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ડિજિટલ ઇન્ડિયા મિશન અને 'આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત'ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે 'ગુજરાત IT/ITeS પોલિસી' (૨૦૨૨-૨૭) લોન્ચ કરી છે.


Related News

Advertisement
Advertisement