નવી દિલ્હી તા.25 : ઉનાળામાં બોટલ બંધ ઠંડાપીણાની માંગ વધી જાય છે. ગરમીની ઋતુમાં તે લોકોને રાહત પણ આપે છે, પણ આવા ઠંડા પીણા આપના દિવસભરના ખાંડના સેવનની સીમાને પણ પાર કરી દે છે તેને એક દિવસ પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક નથી પણ તેનું વારંવાર પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. એક સર્વેમાં આ જાણકારી બહાર આવી છે.
સર્વેમાં કહેવામાં આવ્યું હતું કે ફળોના જયુસ અને કોલ્ડ કોફીના મીઠા પીણાંથી લઈને છાશ અને જલજીરા જેવા નમકીન પીણા મોજૂદ હતા. પરંતુ તેના ટેટ્રાપેક કે બોટલ બંધ પીણા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબીત થઈ શકે છે.સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર એક દિવસમાં વધુમાં વધુ 25 ગ્રામ ખાંડનું સેવન કરવું જોઈએ, જયારે દિવસભરમાં 2 ગ્રામ સોડીયમનું સેવન કરવું જોઈએ.