દેશભરમાંથી હજારો ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચવા લાગ્યા

25 May 2023 03:01 PM
Ahmedabad Gujarat
  • દેશભરમાંથી હજારો ક્રિકેટ ચાહકો અમદાવાદ પહોંચવા લાગ્યા

♦ આઈપીએલ કવોલીફાયર-ટુ અને ફાઈનલ માટે અમદાવાદમાં જબરો રશ

♦ નરેન્દ્ર મોદી સ્ટેડીયમ પાસે ટિકીટ ખરીદનારાની ભીડ: અમદાવાદ અને ગાંધીનગરની હોટલો પણ ફુલ: ભાડા વધ્યા: ફુડ બીઝનેસમાં પણ તડાકો

અમદાવાદ તા.25
આઈપીએલમાં હવે કવોલીફાયર-ટુ અને ફાઈનલ એ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાવાના છે અને આવતીકાલે પ્રથમ કવોલીફાયર મેચમાં ગુજરાત ટાઈટન અને મુંબઈ ઈન્ડીયન્સ વચ્ચે ટકકર છે તે પુર્વે જ હવે અમદાવાદમાં જબરો ક્રિકેટ ફીવર સર્જાઈ ગયો છે અને મોદી સ્ટેડીયમ ખાતે ટિકીટ ખરીદનારાઓની લાઈન લાગી ગઈ છે અને સ્ટેડીયમ આસપાસની હોટેલો પણ ફુલ થઈ ગઈ છે.

અમદાવાદ અને ગુજરાતભરમાંથી ક્રિકેટ ચાહકો આ બંને મેચ જોવા માટે પહોંચી ગયા છે અને તેથી જ અમદાવાદ, ગાંધીનગરની હોટેલો પણ જબરો રશ સર્જાયો છે. ખાસ કરીને ક્રિકેટ ચાહકો સ્ટેડીયમની આસપાસની હોટેલોમાં બુકીંગ કરાવા લાગ્યા છે જેથી લાંબુ ટ્રાવેલ કરવું ન પડે તે ઉપરાંત મુંબઈ, દિલ્હી, કોલકતા, લખનઉ, ચેન્નઈ અને ગુજરાતમાં સુરત, રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાંથી પણ જબરુ બુકીંગ થયું છે.

આવતીકાલથી પ્રેક્ષકો ઉમટી પડશે જેના કારણે રૂમના ભાડા પણ વધી ગયા છે. વિકએન્ડના કારણે શુક્રવારથી રવિવાર સુધી અમદાવાદમાં સમગ્ર માર્ગ સ્ટેડીયમ ભણી જતા નજરે ચડશે અને ઓચિંતાજ લોકલ હોટલ તેમજ રેસ્ટોરાને પણ જબરો બિઝનેસ મળી ગયો છે.


Related News

Advertisement
Advertisement