મુંબઈ શેરબજારમાં આજે પ્રારંભીક ઘટાડા બાદ તેજીનો કરંગ વર્તાયો હતો. નીચા મથાળે પસંદગીના શેરોમાં ધૂમ લેવાલીથી ઉછાળો હતો. વિદેશી નાણાં સંસ્થાઓની એકધારી લેવાલી અમેરિકી નાણા કટોકટી ઉકેલવાનો આશાવાદ હવે વ્યાજદર નહીં વધવાના સંકેત જેવા કારણોની સારી અસર હતી. પાવરગ્રીડ, રીલાયન્સ, એશિયન પેઈન્ટસ, બજાજ ફાઈનાન્સ, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, કોટક બેંક, લાર્સન, નેસલે, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝ ઉંચકાયા હતા.
ટીસીએસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિન્દ લીવર, ઈન્ડુસઈન્ડ બેંક, વીપ્રો, ટાટા મોટર્સમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારનો સેન્સેકસ 151 પોઈન્ટના ઉછાળાથી 61925 હતો તે ઉંચામાં 61926 તથા નીચામાં 61484 હતો. નિફટી 42 પોઈન્ટ ઉંચકાઈને 18327 હતો.