તા.28 અને 29મીએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે: હવામાન વિભાગ

25 May 2023 04:13 PM
Rajkot Saurashtra
  • તા.28 અને 29મીએ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે: હવામાન વિભાગ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર: દરિયો પણ તોફાની બનશે

રાજકોટ તા.25 : આવતીકાલથી રાજયમાં ગરમી ઘટવા સાથે દરીયો તોફાની બનવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે ફરી એકવાર આવતી તા.28 અને 29નાં રોજ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ આગાહી કરાઈ છે. રાજય હવામાન વિભાગનાં ડાયરેકટર ડો. મનોરમા મોહંતીનાં જણાવ્યા અનુસાર ગુજરાત તરફ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી રહ્યું છે જેનાં કારણે આગામી તા.28 અને 29નાં રોજ સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, અમરેલી સહિતનાં વિસ્તારોમાં ગાજવિજ સાથે વરસાદ પડવાની શકયતા છે. આ ઉપરાંત તા.28 અને 29 દરમ્યાન ઉતર તથા મધ્ય ગુજરાતનાં વિવિદ જિલ્લાઓમાં પણ ગાજવિજ સાથે વરસાદ પડશે. ડો. મોહંતીનાં જણાવ્યા અનુસાર આવતીકાલથી ગરમીમાં ઘટાડો થશે. સાથો સાથ દરીયો પણ ત્રણેક દિવસ માટે તોફાની રહેશે. અને માચ્છીમારોને હાલમાં દરિયો નહીં ખેડવા સુચના અપાઈ છે.


Related News

Advertisement
Advertisement