ઈરાન દ્વારા 2000 કિમીની પ્રહાર ક્ષમતાના મિસાઈલનું પરિક્ષણ: અમેરિકા ભડકયું

25 May 2023 04:24 PM
India World
  • ઈરાન દ્વારા 2000 કિમીની પ્રહાર ક્ષમતાના મિસાઈલનું પરિક્ષણ: અમેરિકા ભડકયું

ઈઝરાયેલ તથા ગલ્ફમાં અમેરિકાના લશ્કરી મથકો નિશાન: અણુશસ્ત્ર પણ વહન કરી શકશે

તહેરાન: અમેરિકા-ઈરાન વચ્ચેના તનાવની સ્થિતિમાં આજે ઈરાને 2000 કીમીના અંતર સુધી પ્રહાર કરી શકતા બેલેસ્ટીક મિસાઈલનું પરિક્ષણ કર્યુ હતું. આ મિસાઈલ મારફત 1500 કીમીના અણુશસ્ત્ર સહિતના વોરહેડનું વહન કરી શકાય છે. ઈરાન આ મિસાઈલ મારફત ઈઝરાયેલ અને મીડલ ઈસ્ટ ક્ષેત્રમાં અમેરિકી લશ્કરી મથકને પણ નિશાન બનાવી શકે છે.

અમેરિકાએ હાલમાંજ ઈરાનના ફરી શરૂ થયેલા અણુશસ્ત્ર કાર્યક્રમ અંગે કોઈ વળતી કાર્યવાહીની ચેતવણી આપી હતી તે સમયે જ ઈરાને આ રીતે અણુશસ્ત્ર વહન કરી શકે તેવા મિસાઈલનું પરિક્ષણ કરતા હવે તેના અણુ કાર્યકરને આગળ ધપાવવાની તૈયારી કરી હોવાના પણ સંકેત છે.


Related News

Advertisement
Advertisement