મુંબઈ: આગામી દિવસમાં સલમાનખાનથી લઈને મનોજ વાજપેયી સુધીના કલાકારોની ધમાકેદાર કોમેડી, એકશન અને ડ્રામા ફિલ્મો રજુ થઈ રહી છે. આ કડીમાં આવતીકાલે તા.26મીએ જિયો સિનેમા પર વરૂણધવન અને કૃતિ સેનન સ્ટારર હોરર કોમેડી ફિલ્મ ‘ભેડીયા’પ્રસારીત થઈ રહી છે. ‘ભેડીયા’ 6 મહિનાનાં લાંબા ગાળા બાદ ઓટીટી પર પ્રસારીત થઈ રહી છે. આ ફિલ્મ ટીકીટબારી પર પ્રેક્ષકોને ખેંચી લાવી હતી.
કોઈ કારણસર થિયેટર હોલમાં ફિલ્મ જોઈ ન શકયા હોય તેવા પ્રેક્ષકોને ઓટીટી પર નવી ફિલ્મ જોવાનો મોકો મળી રહે છે. આ સિવાય હોલીવુડની સુપરડુપર હીટ ફીલ્મ ‘અવતાર’ ધર વે ઓફ વોટર અમેરીકામાં ડીઝની પ્લસ પર અને મેકસ પર 7 જુને પ્રસારીત થશે. અવતાર-2 જેમ્સ કેમરૂનની વર્ષ 2009 માં આવેલી બ્લોક બસ્ટર ફીલ્મ અવતારની સીકવલ છે. અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફીલ્મ છે. ભારતમાં પણ આ ફિલ્મ ડીઝની પ્લસ પર 7 જુને પ્રસારીત થશે.
આ ઉપરાંત ભારતીય હિન્દી સિનેમાનાં કલાકાર સાકીબ સલીમની એકશન થ્રીલર સીરીઝ ‘ક્રેક ડાઉન’ સીઝન-2 25 મે એટલે કે આજે જીયો સિનેમા ઓટીટી પર પ્રસારીત થશે. આ સીરીઝમાં સાકીબ સલીમ, શ્રિયા પિલગાંવકર, ઈકબાલખાન, વગેરે મુખ્ય ભૂમિકામાં છે. આ સીરીઝમાં ફ્રેડી દલાવાલા, હેમંત ખેર પણ જોવા મળશે. આ ઉપરાંત સલમાનખાન સ્ટારર ફીલ્મ કિસી કા ભાઈ કીસી કી જાન ઝી-5 પર આવતીકાલે 26મીએ પ્રસારીત થશે