રાજકોટ શહેર ધો.10નું 72.25 ટકા પરિણામ

25 May 2023 05:04 PM
Rajkot Saurashtra
  • રાજકોટ શહેર ધો.10નું 72.25 ટકા પરિણામ

માલવીયાનગર કેન્દ્રનું સૌથી ઉંચુ 89.40 ટકા અને સૌથી ઓછું કરણપરા કેન્દ્રનું 60.78 ટકા પરિણામ

રાજકોટ, તા. 25
ગત માર્ચ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.10ની પરીક્ષાનું પરિણામ જાહેર થતા રાજકોટ જિલ્લાનું સમગ્ર પરિણામ 72.74 ટકા અને રાજકોટ શહેર વિસ્તારનું 72.25 ટકા પરિણામ જાહેર થયેલ છે. રાજકોટ મહાનગરનાં છ ઝોનમાં 12 કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી. આ 12 કેન્દ્રોમાંથી સૌથી વધુ માલવીયાનગર કેન્દ્રનું 89.40 ટકા અને સૌથી ઓછું કરણપરા કેન્દ્રનું 60.78 ટકા પરિણામ જાહેર થયું છે.

રાજકોટ મહાનગરમાં લક્ષ્મીનગર કેન્દ્રમાં 1911માંથી 1561 ઉતીર્ણ થતા 81.68 ટકા, રેસકોર્ષ કેન્દ્રમાં 1174 માંથી 873 ઉતીર્ણ, 73.33 ટકા, કરણપરા કેન્દ્ર 1568માંથી 953 ઉતીર્ણ 60.78 ટકા, ભકિતનગર કેન્દ્ર 2783માંથી 2277 ઉતીર્ણ 81.82 ટકા, માલવીયાનગર કેન્દ્ર 2067માંથી 1848 ઉતીર્ણ 89.40 ટકા, કોઠારીયા કેન્દ્ર 1351માંથી 955 ઉતીર્ણ 70.69 ટકા, કોટેચાનગર કેન્દ્ર 1822માંથી 1303 ઉતીર્ણ 71.68 ટકા, વૈશાલીનગર કેન્દ્ર 2851માંથી 2503 ઉતીર્ણ 87.79 ટકા, પોપટપરા કેન્દ્ર 777માંથી 567 ઉતીર્ણ 72.97 ટકા, બજરંગવાડી કેન્દ્ર 1303માંથી 897 ઉતીર્ણ 68.84 ટકા, અને નવા થોરાળા કેન્દ્ર 831માંથી 548 ઉતીર્ણ 65.94 ટકા પરિણામ જાહેર થયું છે.


Related News

Advertisement
Advertisement