સૈફ અને સિધ્ધાર્થ આનંદ 16 વર્ષ બાદ ફરી સાથે: એકશન મુવી બનાવશે

25 May 2023 05:19 PM
Entertainment
  • સૈફ અને સિધ્ધાર્થ આનંદ 16 વર્ષ બાદ ફરી સાથે: એકશન મુવી બનાવશે

ઓટીટી માટે એકશન ફિલ્મ બનાવશે

મુંબઈ: શાહરુખ ખાનની ફિલ્મ પઠાણની સફળતાએ સિધ્ધાર્થ આનંદને પણ સ્ટાર ડાયરેકટર બનાવી દીધા છે. સિધ્ધાર્થ આનંદે ફિલ્મી સફરની શરૂઆત સલામ નમસ્તે અને તારા રમ પમ જેવી હળવી ફિલ્મોથી કરી હતી. આ બંને ફિલ્મમાં સૈફ અલી ખાનનો લીડ રોલ હતો. 16 વર્ષ બાદ સૈફ અને સિધ્ધાર્થ એકશન ફિલ્મ માટે સાથે કામ કરવાના છે.

ઓટીટી પ્લેટફોર્મ નેટફિલકસ માટે તેઓ આ ફિલ્મ બનાવવાના છે. રિપોટર્સ મુજબ, સિધ્ધાર્થ આનંદ આ ફિલ્મને પોતાના બેનર મારફિલકસ પ્રોડકશન્સના નેજા હેઠળ તૈયાર કરશે. તેમણે ડાયરેકશનની જવાબદારી પોતાના આસિસ્ટન્ટ ડાયરેકટરને સોંપી છે. રોહિત શેટ્ટીના કોપ યુનિવર્સ અને યશરાજ ફિલ્મના સ્પાય યુનિવર્સની જેમ આ ફિલ્મને પણ ફ્રેન્ચાઈઝી તરીકે ડેવલપ કરવાનો વિચાર છે. ફિલ્મનું નામ હજુ નકકી થયું નથી અને સ્ટોરી પણ જાહેર થઈ નથી. જો કે સોર્સીસના જણાવ્યા મુજબ,

આ ફિલ્મ એક રેસ્કયુ ઓપરેશન પર બન રહી છે. અને સૈફનો તેમાં લીડ રોલ છે. સૈફ અલી ખાને અગાઉ નેટફિલકસના વેબ શો સેક્રેડ ગેમ્સમાં કામ કયુર્ં હતું. આ શોને ફેન્ટમ ફિલ્મ્સ અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડયુસ કરાયો હતો અને તેની બે સિઝન સ્ટ્રીમ થઈ હતી. સૈફ અલી ખાન સાથે એકશન ફિલ્મ ઉપરાંત સિધ્ધાર્થ આનંદ રિતિક રોશન-દીપીકા પાદુકોણ સાથે ફાઈટર કરી રહ્યા છે. સલમાન અને શાહરુખની બિગ બજેટ ફિલ્મ ટાઈગર વર્સીસ પઠાણ પણ પાઈપલાઈનમાં છે.


Related News

Advertisement
Advertisement