નિતેશ પાંડેના પાર્થિવ દેહને પુત્ર વારંવાર ચુમતો રહ્યો... પત્ની-માતા બેભાન થયા

25 May 2023 05:21 PM
Entertainment
  • નિતેશ પાંડેના પાર્થિવ દેહને પુત્ર વારંવાર ચુમતો રહ્યો... પત્ની-માતા બેભાન થયા

ટીવી-ફિલ્મ એકટર નિતેશ પાંડેનો દેહ પંચ મહાભૂતમાં વિલીન : નિતેશની સહ અભિનેત્રી ‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી આંસુ પર કાબુ ન રાખી શકી: ભૂમિ પેડનેકર, આર.માધવન સહિતના કલાકારોએ અંતિમ દર્શન કર્યા

મુંબઈ તા.25 : ટીવી અને ફિલ્મ અભિનેતા નિતેશ પાંડેનું નિધન થતા તેના અંતિમ દર્શન માટે ટીવી અને ફિલ્મ જગતના અનેક કલાકારો તેના નિવાસે પહોંચ્યા હતા. નિતેશનો પાર્થિવ દેહ જોઈને માતા અને પત્ની આઘાતમાં બેભાન થઈ ગયા હતા, જયારે પુત્ર બેજાન પિતાને વારંવાર ચુમતો રહેતા ભાવુક દ્દશ્યો ખડા થયા હતા.

નિતેશ પાંડેના અચાનક નિધનથી પુરી ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. નિતેશના પાર્થિવ દેહને જોઈ ‘અનુપમા’ ફેમ એકટર અને નિતેશની દોસ્ત એકટ્રેસ રૂપાલી ગાંગુલી ભાવુક થઈને રડી પડી હતી. રૂપાલી ઉપરાંત આર.માધવન, દિશા પરમાર, ભૂમિ પેડનેકર, રાજકુમાર રાવ, નકુલ મહેતા, સિદ્ધાર્થ નિગમ, રેણુકા રહાણે, અશ્ર્લેષા સાવંત સહિત અનેક સેલીબ્રીટીઓ દુ:ખની ઘડીમાં નિતેશના પરિવારને મળવા પહોંચ્યા હતા.નિતેશનો દેહ ગઈકાલે 24મીએ રાત્રે પંચ મહાભૂતમાં વિલીન થયો હતો.


Related News

Advertisement
Advertisement