ધો.10માં પુજીત રૂપાણી ટ્રસ્ટનો રૂદ્રગામી 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ

25 May 2023 05:47 PM
Rajkot
  • ધો.10માં પુજીત રૂપાણી ટ્રસ્ટનો રૂદ્રગામી 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ
  • ધો.10માં પુજીત રૂપાણી ટ્રસ્ટનો રૂદ્રગામી 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ
  • ધો.10માં પુજીત રૂપાણી ટ્રસ્ટનો રૂદ્રગામી 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ
  • ધો.10માં પુજીત રૂપાણી ટ્રસ્ટનો રૂદ્રગામી 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ
  • ધો.10માં પુજીત રૂપાણી ટ્રસ્ટનો રૂદ્રગામી 99.99 PR સાથે બોર્ડ ફર્સ્ટ

► સંસ્થા દ્વારા હવે નીટ અને IITની પરીક્ષામાં ઉચ્ચગુણાંક મેળવી શકે તે માટે પણ ખાસ પ્રોજેકટ શરૂ કરાશે : પુર્વ મુખ્યમંત્રી રૂપાણી

► જ્ઞાનપ્રબોધીની પ્રોજેકટ હેઠળ શિક્ષણ મેળવી ભરી ઉચી ઉડાન: રૂદ્રના પિતા સુરત ખાતે મજૂરીકામ કરે છે:સંસ્થાના અન્ય પાંચ વિદ્યાર્થીઓ A-1ગ્રેડમાં ઝળકયા

રાજકોટ,તા.25 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાયેલા ધો.10ની પરીક્ષાનું આજે 64.62 ટકા પરિણામ જાહેર કરવામાં આવેલ છે. જેમાં રાજકોટના પૂજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટનો વિદ્યાર્થી ગામી રૂદ્ર જીતેન્દ્રભાઈએ 99.99 પી.આર. સાથે બોર્ડ ર્ફસ્ટ આવી તેજસ્વીતા પ્રસ્થાપિત કરવાની સાથે રાજકોટને ગૌરવ અપાવેલ છે.રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ પુજિત રૂપાણી મમોરીયલ ટ્રસ્ટ દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માટે ચલાવાતા જ્ઞાનપ્રબોધીની પ્રોજેકટ હેઠળ

આ ગામી રૂદ્ર જીતેન્દ્રભાઈ એ શિક્ષણ મેળવી ઉચી છલાંગ લગાવી છે. અહીં એ ઉલ્લેખનીય છે કે પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રષ્ટ દ્વારા ચલાવામાં આ શિક્ષણયજ્ઞનો અત્યાર સુધીમાં 350 થી વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ ચૂકયા છે. પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના આ જ્ઞાન પ્રબોધીત પ્રોજેકટ હેઠળ શિક્ષણ મેળવી અત્યાર સુધીમાં ત્રણ વિદ્યાર્થીઓ બોર્ડર્ફસ્ટ આવેલ છે. ધો.10ની પરીક્ષામાં 99.99 પી.આર.સાથે બોર્ડર્ફસ્ટ આવલાં પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના રૂદ્રના પિતા સુરત ખાતે છુટક મજુરી કામ કરે છે.

જયારે રૂદ્ર અને તેની પણ રાજકોટ રહે છે. રૂદ્રએ પુજીત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટના લાભ પ્રબોધતી પ્રોજેકટ હેઠળ શિક્ષણ મેળવી 99.99 પી.આર.મેળવી બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. રૂદ્ર ગામીને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી તથા કમિટી મેમ્બર્સ દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ હતાં.પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા આજે યોજાયેલ પત્રકાર પરીસદમાં પૂર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું. કે સંસ્થા દ્વારા જે હેતુથી આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો હતો. તે સિદ્ધ થઈ થયેલ છે.

ચાલુ વર્ષે ધો.10માં પુજીત રૂપાણી ટ્રસ્ટના રૂદ્ર ગામી એ 99.99 પીઆર સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યુ છે. તેની સાથે આ ટ્રસ્ટના શિક્ષણ મેળવી અન્ય પાંચ વિદ્યાર્થીઓએ એ-1 ગેટમાં અન્ય પાંચ વિદ્યાથીઓએ એ-2 ગેટમાં સ્થાન મેળવી 100 ટકા પરીણામ હાંસલ કર્યું છે. પૂર્વ મૂખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશેષ જણાવ્યું હતું કે પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા છેલ્લા 24 વર્ષથી શિક્ષણમાં સેવાયજ્ઞ ચલાવવામાં આવી રહ્યો છે. જેમાં દરેક વિદ્યાર્થીઓએ દત્તક લઈ તેઓની કારર્કીદી ઉજ્જવર બનાવવામાં આવી રહી છે. સંસ્થા દ્વારા હવે પુજીત રૂપાણી ટ્રસ્ટના વિદ્યાર્થીઓ આઈ.આઈ.ટીમાં પ્રવેશ મેળવી શકે તેમજ નીટમાં ઉચું ગુણાંક હાસલ કરી શકે તેમાંટે તેઓને શિક્ષણ આપવામાં માટે ખાસ પ્રોજેકટ શરૂ કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement